મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 23 એપ્રિલ 2022 (20:09 IST)

17 વર્ષની કિશોરીએ આપ્યો બાળકીને જન્મ, પિતા વિશે જેણે પણ સાંભળ્યુ, બોલ્યા આવુ કેવી રીતે પોસિબલ છે.. જાણો તમે પણ

Tamilnadu News: તમિલનાડુના તંજાવુર જિલ્લામાં એક 17 વર્ષની છોકરીએ બાળકીને જન્મ આપ્યો છે. આ માહિતી મળતા જ આખી હોસ્પિટલમાં લોકો અલગ-અલગ વાતો કરી રહ્યા છે. વધુ મહત્વની વાત એ છે કે બાળકીને જન્મ આપનાર બાળકીના પિતા વિશે જાણીને દરેકને આશ્ચર્ય થયું છે. જો તમે પણ સાંભળશો તો ચોક્કસ તમને આશ્ચર્ય થશે. સગીર 17 વર્ષની છોકરી સાથે શારીરિક સંબંધ બાંધવા અને તેને ગર્ભવતી બનાવવાના આરોપમાં 12 વર્ષના છોકરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ માહિતી આપી છે અને જણાવ્યું છે કે 17 વર્ષની કિશોરીએ એક બાળકીને જન્મ આપ્યો છે. આ મામલામાં તંજાવુર મહિલા પોલીસે 12 વર્ષના છોકરાની પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ ધરપકડ કરી છે. 
 
આ રીતે થયો ખુલાસો 
પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ ચોકીની રાજા મીરસુદર હોસ્પિટલમાંથી માહિતી મળી હતી કે થોડા દિવસો પહેલા એક 17 વર્ષની છોકરીએ બાળકીને જન્મ આપ્યો હતો. પોલીસે પૂછપરછ કરી તો ખબર પડી કે 17 વર્ષની છોકરી અને 12 વર્ષના છોકરા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ ચાલી રહ્યા હતા. બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા બાદ કિશોરી ગર્ભવતી બની હતી. પીડિતાના નિવેદનના આધારે છોકરાની ધરપકડ કરવામાં આવી છે. આમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
 
જ્યારે આ વાત હોસ્પિટલથી પોલીસ સુધી પહોંચી તો મહિલા પોલીસે કિશોરીની પૂછપરછ કરી. છોકરીના નિવેદન પછી, છોકરાની POCSO એક્ટની કલમ 5(1) અને 5(j)(ii) હેઠળ કલમ 6 સાથે ધરપકડ કરવામાં આવી છે અને તેને તંજાવુર બાળ ગૃહમાં મોકલવામાં આવ્યો છે.