રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: રવિવાર, 28 જાન્યુઆરી 2024 (15:50 IST)

પૂર્વ પ્રેમીકાએ તેના પ્રેમી પર એસિડ એટેક કર્યો

ahmedabad crime news
એક્સ ગર્લફ્રેન્ડે આધેડ પર ફેંક્યું એસિડ
51 વર્ષના ફરિયાદી પર પૂર્વ પ્રેમિકા અને તેના મિત્રએ એસિડ ફેંક્યું
મહેજબિન તેમજ તેના મિત્ર વિરૂદ્ધ ફરિયદ નોંધાવી
 
Ahmedabad crime news- અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પ્રેમ સબંધ ન રાખતા પૂર્વ પ્રેમીકાએ તેના પ્રેમી પર એસિડ એટેક કર્યો હતો. ત્યારે AMTS માં વિભાગીય કંટ્રોલર તરીકે ફરજ બજાવતા રાકેશ બ્રહ્મભટ્ટ કે જેમની ઉંમર 51 વર્ષ છે જે છેલ્લા 26 વર્ષથી AMTSમાં ફરજ નિભાવે છે. રાકેશભાઈને 5 વર્ષ પહેલા કંડકટર તરીકે ફરજ પર હતા ત્યારે 38 વર્ષીય મહેજબિન નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. મહેજબિન અમદાવાદના જુહાપુરા વિસ્તારની રહેવાસી છે. 
 
AMTSમાં કંડકટર તરીકે ફરજ બજાવતા વ્યક્તિ પર તેની 38 વર્ષીય પૂર્વ પ્રેમિકાએ મિત્ર સાથે આવી એસિડ એટેક કર્યાની જાણકારી મળી છે. સમગ્ર મામલે કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 
 
રાકેશભાઈ પર પૂર્વ પ્રેમિકા મહેજબિન અને તેના મિત્રએ એસિડ ફેંક્યું હતું. જે બાદ રાકેશભાઈએ કાલુપુર પોલીસ મથકે મહેજબિન તેમજ તેના મિત્ર વિરૂદ્ધ ફરિયદ નોંધાવી હતી. મહેજબિન દ્વારા એસિડ એટેક કરતા રાકેશભાઈને જમણી આંખે, પીઠ તેમજ શરીરનાં અન્ય ભાગો પર દાઝ્યા હતા. જે બાદ લોકો દ્વારા તાત્કાલીક આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.