બોયફ્રેંડ ડોક્ટરે નર્સનુ ગળુ દબાવીને ફાંસી પર લટકાવી, ગર્લફેંડે જોઈ લીધી હતી અશ્લીલ ચેટિગ

Last Updated: શનિવાર, 18 જૂન 2022 (23:55 IST)
ગ્વાલિયરમાં વ્યાપમના આરોપી રહેલા ડોક્ટરે પોતાની ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને હત્યા કરી નાખી. મૃતક નર્સિંગની વિદ્યાર્થીની હતી
અને તેણે અન્ય યુવતી સાથે ડોક્ટરની અશ્લીલ ચેટ જોઈ લીધી હતી. જ્યારબાદ તેણે હંગામો કરતા ડોક્ટરે તેની હત્યા કરી નાખી અને આ ઘટનાને આત્મહત્યા સાબિત કરવા માટે આરોપી ડોક્ટરે ચાદર વડે લાશને પંખા પર લટકાવી દીધી હતી.

આ ઘટના શુક્રવારે બપોરે 1 વાગ્યે કુમ્હારપુરા થાટીપુર કુબેર આશ્રમની પાછળ બની હતી. પોલીસને આ મામલો શરૂઆતથી જ શંકાસ્પદ લાગતો હતો. ફોરેન્સિક નિષ્ણાતોની તપાસમાં મામલો સ્પષ્ટ થયો હતો. પોલીસે કડક પૂછપરછ કરતાં આરોપી પણ ભાંગી પડ્યો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ગર્લફ્રેન્ડ ત્રણ દિવસ પહેલા આરોપી ડોક્ટરના ઘરે રહેવા આવી હતી.
ચહેરા પર ડાઘ
થાટીપુર પોલીસના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે માહિતી મળી હતી કે કુબેર આશ્રમની પાછળ ઇટાવા (ઉત્તર પ્રદેશ)ની રહેવાસી સોનમ યાદવે બોયફ્રેન્ડ સંજીવ શર્માના ફ્લેટમાં ફાંસી લગાવી લીધી છે. તપાસ કરતાં યુવતીના ચહેરા પર ઈજાના નિશાન હતા અને રૂમ પણ અસ્તવ્યસ્ત હતો. પ્રાથમિક તપાસમાં જ મામલો આત્મહત્યા ઓછો હત્યાનો વધુ હોવાનું જણાઈ રહ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલા IPS ઋષિકેશ મીણાએ ફોરેન્સિક નિષ્ણાતોને બોલાવ્યા હતા. તેણે હત્યાનો ઈશારો કર્યો.


આ પણ વાંચો :