મંગળવાર, 4 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025 (15:02 IST)

33 વર્ષની મહિલા સગીર સાથે બનાવી રહી હતી શારીરિક સંબંધ, 6 વર્ષની બાળકીએ જોયુ તો બંનેયે કરી માસુમની હત્યા

Crime News
ઉત્તર પ્રદેશના હાથરસ જીલ્લામાંથી દિલ દહેલાવી દેનારી ઘટના સામે આવી છે. જ્યા 6 વર્ષીય માસુમ બાળકીની હત્યા એવા કાળા રહસ્યને છુપાવવા માટે કરવામાં આવી જે ગામના લોકો સામે આવતા તેમના હોશ ઉડી ગયા. હાથરસ જીલ્લાના પોલીસ મથક કોતવાલી સિકંદરારાઉ ક્ષેત્રના મઉ ચિરાયલ ગામની છે.  
 
કુવાના બંધ કોથળામાં મળી લાશ 
3 સપ્ટેમ્બરે શ્રી કૃષ્ણ ઉર્ફ સ્વામીની 6 વર્ષીય બાળકી અનવ્ય ઉર્ફ અરવી ઘરમાં આયોજીત ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમ દરમિયાન અચાનક લાપતા થઈ ગઈ.  બાળકીની શોધ કરી રહેલા લોકોને ગામની નિકટ આવેલા ખાલી કુવામાંથી બંધ કોથળામાં માસુમ બાળકીની લાશ મળી જે બાદ ગામના લોકો હેબતાઈ ગયા.  
 
પોલીસે ટીમની કરી રચના
ઘટના પર પહોચેલ પોલીસ અધિક્ષક ચિરંજીવ નાથ સિન્હાએ ઘટનાસ્થળનુ નિરીક્ષણ કરતા ઘટનાનો ખુલાસો કરવા માટે ટીમોની રચના કરી. તપાસ દરમિયાન માસુમ બાળકીની હત્યા સાથે જોડાયેલ ચોંકાવનારો મામલો સામે આવ્યો જેને જાણીને ગ્રામીણોના પોલીસ પણ નવાઈમાં પડી ગયા.  
 
33 વર્ષીય મહિલાએ પ્રેમીને બોલાવ્યો ઘરે 
પોલીસ દ્વારા કરવામાં આવેલ 6 વર્ષીય માસુમ બાળકીની હત્યાનો ખુલાસો કરતા બતાવ્યુ કે 33 વર્ષીય મહિલા પિંકી શર્મા અને તેના 17 વર્ષીય સગીર પ્રેમી વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. ઘટનાવાળા દિવસે પિંકીનો પતિ અને સાસુ મથુરા ગયા હતા. જ્યારે કે સસરા બહાર ફરવા નીકળ્યા હતા.  તક જોઈને 33 વર્ષીય મહિલા પીંકિએ પ્રેમીને ઘરે બોલાવી લીધો.  
 
બંનેને આપત્તિજનક હાલતમાં બાળકીને જોયા 
આ દરમિયાન રમતા રમતા 6 વર્ષીય માસુમ બાળકી રૂમમાં પહોચી ગઈ અને બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા. બાળકીએ નિર્દોષભાવે કહ્યુ કે તે આ બધુ તેના પપ્પાને બતાવશે.  આ વાત પીંકી અને તેના સગીર પ્રેમીને ગમી નહી. તેઓ ગભરાય ગયા અને રહસ્ય છુપાવવા માટે માસુમનુ ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી. 
 
લાશને સફેદ કોથળામાં લપેટીને ફેંકી 
હત્યા દરમિયાન માસુમ બાળકીએ પોતાના બચાવમાં પિંકીના હાથ પર બચકું ભરી લીધુ. વાગવાના આ નિશાન પોલીસ માટે મોટો પુરાવા સાબિત થયા. હત્યા બાદ બંને ડેડ બોડીને સફેદ કપડામાં લપેટીને કોથળામાં ભરીને દોરડાથી બાંધીને થોડે દૂર આવેલા કુવામાં ફેંકી દીધો. પોલીસ તપાસમાં સમગ્ર સત્ય ઉજાગર કરતા પિંકી શર્મા અને સગીર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ મહિલાને જેલમાં મોકલી દીધી છે અને સગીર પ્રેમીને બાળ સુધાર ગૃહ મોકલી આપ્યો છે.