બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 7 માર્ચ 2022 (18:03 IST)

ઓનર કિલિંગ - પ્રેમ કરવાની આવી ખોફનાક સજા, પિતાએ ભાઈઓની મદદથી પુત્રીનુ ગળુ કાપ્યુ

બિહારના ગોપાલગંજમાં એક દિલ દહેલાવનારો કિસ્સો સામે આવ્યો છે. પસંદગીના યુવક સાથે લગ્ન કરવાની જીદ પર પરિવારે પુત્રીને દર્દનાક મોત આપ્યુ. ભાઈઓની મદદથી પ ઇતાએ પોતાની પુત્રીનુ ગળુ કાપી નાખ્યુ. મા પોતાની પુત્રીને બચાવવા માટે આજીજી કરતી રહી, મનાવતી રહી  પણ હત્યારાઓનુ દિલ ન પીગળ્યુ.  તેમણે માતાને પણ મારી. ત્યારબાદ ત્રણેય યુવતીના શબને ઘરની પાસે ખેતરમાં ફેંકીને ફરાર થઈ ગયા. પોલીસ મામલાનો નોંધીને આરોપીઓની શોધ કરી રહી છે. 
 
ઑનર કિલિંગનો આ મામલો ગોપાલગંજના કોટવા ગામનો છે. એવુ કહેવાય રહ્યુ છે કે 19 વર્ષની યુતી મશાનથાના ગામના એક યુવકને પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. યુવક પણ તૈયાર હતો. પણ યુવતીના પિતા ઈન્દ્રદેવ રામ તેના લગ્ન ક્યાય બીજે કરાવવા માંગતા હતા. 
 
પોતાની પસંદના યુવક સાથે લગ્ન કરવા માંગતી હતી 
 
યુવતીએ પોતાની પસંદના યુવક સાથે લગ્નની વાત કરી. પરિવારને એ છોકરો પસંદ નહોતો. જેના પર પરિવાર તેના વિરુદ્ધ થઈ ગયુ. રવિવારે રાત્રે તેના પિતા, કાકા અને મોટા પપ્પા ઘરે પહોંચી  ગયા અને બધા યુવતીને મારવા લાગ્યા. યુવતી જીવ બચાવવા માટે આમતેમ દોડતી રહી. માતા પોતાની પુત્રીને બચાવવાની ભીખ માંગવા લાગી. પણ આરોપીઓએ દિલ ન પીગળ્યુ. યુવતીના ચાચા અને મોટા પપ્પાએ તેના હાથ-પગ પકડ્યા અને પિતાએ ગળુ કાપી નાખ્યુ. ઘટના સ્થળ પર જ કિરણે જીવ જતો રહ્યો. આરોપીઓએ તેના મૃતદેહને ઉઠાવીને ઘરની પાસેના ખેતરમાં ફેંકીને ફરાર થઈ ગયા. ઓનર કિલિંગની સૂચના પર સોમવારે સવારે પોલીસ ગામ પહોચી. પોલીસે માતાનુ નિવેદન નોંધી લીધુ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ.