ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : શનિવાર, 5 માર્ચ 2022 (08:26 IST)

Surat crime સુરતમાં 10 વર્ષીય બાળકી પર તેના સગા પિતાએ કર્યુ દુષ્કર્મ

સુરતના સરથાણ વિસ્તારમાં 10 વર્ષીય બાળકી પર તેમના સગા પિતાએ દુષ્કર્મ કરી હોવાનું સામે આવતાં સમગ્ર શહેરમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે.
 
સુરતના સરથાણા વિસ્તારમાં 10 વર્ષની માસૂમ બાળકી ઘરમાં હતી. ત્યારે સગા બાપે ડરાવીને કિશોરીને એકલતાનો લાભ પોતાની હવસનો શિકાર બનાવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં 10 વર્ષની માસૂમ બાળકી ઘરમાં હતી. ત્યારે સગા બાપે ડરાવીને કિશોરીને એકલતાનો લાભ પોતાની હવસનો શિકાર બનાવી છે.
 
ઉલ્લેખનીય છે કે,નેપાળથી  4 મહિના પહેલા જ બાળકીના પરિવાર રોજીરોટી અર્થે સુરત ખાતે આવ્યાં હતાં. જ્યાં નરાધમ પિતા પોતાની સગી દિકરી નજર બગાડીને આ કુકર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડતી થઈ ગઈ હતી. અને તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતાં. પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતાં જાણ થઈ  હવસખોર બીજું કોઈ નહિ પણ દીકરીનો સગો બાપ છે.

એક સપ્તાહ પહેલાં પણ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો હવસખોર પિતાએ એક સપ્તાહ અગાઉ પણ પુત્રી પર દાનત બગાડી બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે-તે સમયે બાળકી ઘરની બહાર નીકળી જતાં બચી ગઈ હતી. બાદમાં બાળકીએ આ વાતની જાણ તેની માતાને પણ કરી હતી, પરંતુ પુત્રીની વાત પર ભરોસો ન કરતા માતાએ કહ્યું હતું કે તારી વાત ખોટી છે, તે તારા પિતા છે, તારી સાથે આવું ન કરે. માતાએ આમ કહી વાતને ત્યાં જ ન દબાવી દીધી હતી.
 
ઘટના શું હતી?
સરથાણામાં સુરત કામરેજ રોડ પર શ્યામધામ મંદિર વિસ્તારમાં મૂળ નેપાળનો શ્રમજીવી પરિવાર રહે છે. નેપાળી પરિવારની મહિલા મજુરી કામ માટે જાય છે. તેનો પતિ હોટલમાં કામ કરે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 10 વર્ષની દીકરી, 7 વર્ષની દીકરી અને ચાર વર્ષનો દીકરો છે. પતિ-પત્ની કામ પર જાય ત્યારે ત્રણેય સંતાનો ઘરમાં જ રહે છે. તેમના ઘરેથી થોડા અંતરે પિતાના કાકા અને દાદા રહે છે. ગત રોજ પિતાએ પોતાની જ સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું.
 
પિતાએ પાપ છુપાવવા કહાની ઘડી
પિતાએ દીકરી પર દુષ્કર્મ આચરી પાપ છુપાવવા માટે કહાની બનાવી હતી કે, બપોરે દોઢેક વાગે અંક અજાણ્યો તેમના ઘરે આવ્યો હતો. તેને બાળકીની નાના બહેન અને ભાઈને ઘરની બહાર કાઢીને રૂમનો દરવાજો બંધ કરીને રીતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. થોડા સમયમાં અજાણ્યો જતો રહ્યો હતો. બાળકી ઘરમાં રડતી હતી. તે લોહિલુહાણ થઈ ગઈ હતી. તેની બહેન અને ભાઈ રૂમમાં ગયા તે રડતી હતી. તેથી બાળકીની બહેને તેના દાદીને જાણ કરી કે દીદી રડે છે અને તેના શરીરમાંથી લોહી નીકળે છે. તેથી તેની દાદી તેને જોવા ગઈ હતી. ત્યાર બાદ દાદીએ બાળકીની માતા-પિતાને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા.