શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (09:50 IST)

આણંદમાં વાંદરાઓ બન્યા બેકાબૂ, એક બાળકનું મોત, 3ને ઇજા

ગુજરાતમાં વાંદરાઓ પણ બેકાબૂ બની ગયા છે. અહીં તેના આતંકનો એક કિસ્સો સામે આવ્યો છે. આણંદ જિલ્લામાં બનેલી ઘટનામાં વાંદરાના કારણે એક બાળકનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. આ ઘટના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર વાંસલિયા ગામમાં બની હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, ગામમાં વાંદરાના આતંકને કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. તે નજીકમાં બેઠેલા ત્રણ લોકો પર પડી હતી. આ ઘટનામાં પાંચ મહિનાના બાળકનું મોત થયું હતું અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. જેના કારણે વહિવટી તંત્ર અને વન વિભાગની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે ગામના લોકોમાં રોષ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક મહિલા તેના પાંચ મહિનાના બાળકને ખાટલા પર ખવડાવી રહી હતી. આ દરમિયાન એક વાંદરો આતંક મચાવતો ત્યાં આવ્યો. આ દરમિયાન વાંદરાએ છતની દીવાલને ધક્કો મારતા તે ધરાશાયી થઇ ગઇ છે. પાંચ મહિનાના બાળક સહિત ત્રણ લોકોને તેની અસર થઈ હતી. પાંચ માસના બાળકને ગંભીર ઇજા થતાં આંકલાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને વિસ્તારમાં રોષ જોવા મળ્યો હતો.
 
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાઓનો આતંક વધી ગયો છે. આ અંગે સ્થાનિક લોકોએ વનવિભાગને વાંદરાઓને પકડવા માંગ કરી છે.