શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : બુધવાર, 26 એપ્રિલ 2023 (12:28 IST)

વડોદરામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બાઇકને રોકીને બેટ અને લાકડાના દંડાથી દોડાવી-દોડાવીને માર્યો

vadodara news - વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં પત્ની અને બે સંતાનોને લઈ જઇ રહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની બાઇકને આંતરીને 9 શખ્સોએ બેટ અને લાકડાના ડંડા વડે ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના આરોપીઓની કારમાં બેઠેલા શખ્સે મોબાઇલમાં કેદ કરી લીધી હતી. આ મામલે 9 શખ્સો સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ ફરિયાદીએ કર્યાં હતા.

વડોદરાના કરોડિયા રોડ પર રહેતા આમીરખાન ઇરફાનઅલી પઠાણ એ જણાવ્યું હતું કે, હું અલકાપુરી આઇવરી ટેરેથ ઓફિસ નં-505માં CAની ઓફિસ ચલાવુ છુ. આજથી 20થી 25 દિવસ પહેલા મારા મોટાભાઈ તારીકખાન ઇરફાનઅલી પઠાણને ઉંડેરા પાસે આરીફ ઉર્ફે ટીકુ અબ્દુલહસન પઠાણ સાથે ઝઘડો થયો હતો અને મારામારી કરી હતી. જે અંગે મારા ભાઇ સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.હું ગઇકાલે સવારે 11 વાગ્યાની આસપાસ ઘરેથી પત્ની અને બે બાળકો લઈને બાઇક પર નીકળ્યો હતો. મારે નિઝામપુરા ટેક્સ ભરવાનો હતો અને મારી 5 મહિનો દીકરો અને 2 વર્ષની દીકરી બીમાર હોવાથી નરહરિ હોસ્પિટલમાં લઈ જવાની હતી. જેથી ઘરેથી બહાર નીકળ્યો હતો.

આ દરમિયાન હું જ્યારે નવાયાર્ડ ફૂલવાડી દિનદયાળ સ્કૂલ પાસે પહોંચ્યો, ત્યારે મારી પાછળથી એક કાર આવી હતી. તે મારી બાઇકને ઓવરટેક કરીને આગળ આવીને ઉભી રહી ગઈ હતી. જેથી મેં મારી બાઇક ઉભી રાખી દીધી હતી. ત્યારબાદ સામેથી એક ક્રેટા કાર રોંગ સાઇડમાં આવી ગઈ હતી અને એક બાઇક પણ આવી ગઈ હતી.ફરિયાદી આમીરખાન ઇરફાનઅલી પઠાણે જણાવ્યું હતું કે, આ લોકો મારી ઉપર તૂટી પડ્યા હતા. મારા બંને બાળકો બાઇક પરથી નીચે પડી ગયા હતા. પોલીસે આરોપીઓ સામે યોગ્ય કલમો લગાવી નથી. મારી પત્નીનો દુપટ્ટો ખેંચ્યો હતો, છતાં છેડતીની ફરિયાદ નોંધી નથી અને સોનાની ચેઇન અને 72 હજાર રૂપિયા લૂંટી લીધા હતા. છતાં લૂંટની ફરિયાદ નોંધી નથી. માત્ર મારામારીની ફરિયાદ નોંધી નથી. પોલીસ આરોપીઓને બચાવી રહી છે. આ મામલે પોલીસ યોગ્ય કાર્યવાહી કરે છે તેવી અમારી માંગણી છે.