સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 30 નવેમ્બર 2021 (17:10 IST)

સુરતમાં ત્રણ વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાએ સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરત શહેરમાં રાંદેર ઊગત રોડ વિસ્તારમાં માતાએ ત્રણ વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ સુસાઈડ નોટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. પતિથી અલગ રહેતી મહિલાએ સુસાઈડ નોટમાં પતિના અફેર અંગે અને માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મહિલાના પિતા અરવિંદભાઈ પરમારે જણાવ્યું હતું કે મારી દીકરી પિંકી અને રિશુ સવારે ઊઠ્યા નહોતા, જેથી માતાને ઉઠાડવા માટે મોકલી હતી. રૂમનો દરવાજો ખોલતાં જ બંનેને મૃત જોયાં હતાં. હું બાજુમાં હતો ત્યાંથી દોડી આવ્યો હતો. ત્યાર બાદ 108ને જાણ કરી હતી. તેમણે બંનેને મૃત જાહેર કર્યા હતા.પિતાએ વધુમાં જણાવ્યું હતું કે અમારા જમાઈના શારીરિક અને માનસિક ત્રાસથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.

છેલ્લાં સાડાત્રણ વર્ષથી તેઓ અલગ રહેતાં હતાં. અમારા જમાઈનું તેની ભાભી સાથે અફેર હતું. જેથી તેઓ સારી રીતે રહેતાં નહતાં. જોકે જમાઈના ફોનમાં ફોટો હતો, જે મારી દીકરીને જોવા પણ દેતા નહોતા. મારી દીકરી સાથે લગ્ન કર્યા બાદ સાતમા મહિનાથી શ્રીમંત પણ ન થવા દઈને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે, જેથી તેને સજા થવી જોઈએ.વધુમાં જણાવ્યું હતું કે, સાડા ત્રણ વર્ષથી દીકરીએ પિયરમાં આશ્રય લીધો હતો. લગ્નના પહેલા જ મહિનેથી સાસુ અને જમાઈ પ્રેગનેન્સીને લઈ માનસિક હેરાનગતિ કરતા હતા. શ્રિમંતના એક દિવસ પહેલા દીકરી પિયર આવી ગઈ હતી. શ્રિમંત વગર દીકરીએ દીકરાને જન્મ આપ્યો હતો.

ખૂબ જ દુઃખ સહન કરીને પણ દીકરી જમાઈને જ પ્રેમ કરતી હતી ને કહેતી હતી કે મારા દીકરાનો બાપ એક જ રહેશે.વધુમાં જણાવ્યું હતું કે સગર્ભા સમયમાં સાતમા મહિને દીકરી અને એના ગર્ભમાં ઉછળી રહેલા બાળકને કમળો થઈ ગયો હતો. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ દોડ્યો પણ જોવા શુદ્ધા આવ્યા નહીં. સાડા ત્રણ વર્ષ દીકરી અને પૌત્ર મારા ઘરમાં રહ્યા પણ એક દિવસ જો જમાઈ જોવા કે મળવા આવ્યા હોય, આટલી લાંબી રાહ તો કોઈ ન જૂએ.