શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 30 નવેમ્બર 2021 (12:29 IST)

સ્પા સેન્ટરમાં વિદેશી છોકરીઓ સુરતીલાલાઓને કરાવતી હતી મૌજ, પોલીસે 10 યુવતિઓની કરી ધરપકડ

પીપલોદના ઇસ્કોન મોલમાં એક સ્પા સેન્ટરમાં ચાલતા એક કુટણખાનામાં પોલીસે રેડ પાડી હતી જેના પગલે દોડધામ મચી ગઇ હતી. પોલીસે 5 વિદેશી લલના અને  સંચાલક, મેનેજર અને બે ગ્રાહકોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.  પોલીસને અહીં ટૂરિસ્ટ વિઝા પર સ્પામાં થેરાપિસ્ટ તરીકે કામ કરતી લલનાઓ ગ્રાહકોને મસાજની આડમાં મજા કરાવતી હતી. લલનાઓ સાથે રંગરેલિયા મનાવતા ગ્રાહકો રંગેહાથે પોલીસના હાથમાં ઝડપાયા હતા.
 
પોલીસને ગુપ્ત સૂચના મળી હતી કે પીપલોદના એક મોલના બીજા માળે આવેલા સ્પર્શ સ્પામાં મસાજની આડમાં દેહવેપારનો વેપલો ચાલી રહ્યો છે. જે માહિતીને આધારે પોલીસે અહીં ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
 
પોલીસને સ્પામાંતી 5 કોન્ડોમ પણ મળી આવ્યા હતા. પોલીસે સ્પા સંચાલક પ્રજ્ઞેશ કંથારીયા, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ કરી હતી. સાથોસાથ લલનાઓ પુરી પાડી દલાલની ભૂમિકા ભજવનારા વિજય પાટીલ અને ઝૂન નામની વિદેશી પાટીલ  અને ઝૂન નામની વિદેશી યુવતીને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ  મળી 46 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.