શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2024 (12:50 IST)

8 મહિલા પોલીસકર્મીઓનું બળાત્કાર, વિડિયો બનાવ્યો... મુખ્યમંત્રીને લખેલા પત્રથી હંગામો

મુંબઈથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસ ફોર્સમાં કામ કરતી 8 મહિલા પોલેસકર્મીઓ દ્વારા મુખ્યમંત્રીઓને લખાયુ કથિત લેટર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા પોલીસકર્મીઓએ પોતાના વરિષ્ઠ અધિકારીઓ પર બળાત્કારના ગંભીર આરોપ લગાવ્યા છે. આ પત્રથી સમગ્ર પોલીસ વિભાગમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
 
રિપોર્ટ અનુસાર, જ્યારે મહિલા કોન્સ્ટેબલ વારંવાર બળાત્કારને કારણે ગર્ભવતી બની હતી, ત્યારે તેને ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી. પીડિત મહિલા પોલીસકર્મીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે અધિકારીઓએ તેમની સાથે વારંવાર ગેંગરેપ કર્યો હતો અને વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી હતી. મહિલા પોલીસકર્મીઓના આક્ષેપ બાદ હંગામો મચી ગયો છે.
 
અહેવાલ મુજબ, પીડિત મહિલા પોલીસ કર્મચારીઓએ પોતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખ્યા છે.