શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: હાંસી , શનિવાર, 9 નવેમ્બર 2024 (16:46 IST)

200 રૂપિયા આપીને SDM પ્રાઈવેટ પાર્ટની કરાવતો હતો મસાજ

Copper Foot Massage Benefits
હરિયાણાના હાંસીથી એક ખૂબ જ ચોંકવનારો મામલો સામે આવ્યો છે. જ્યા એક દલિત કર્મચારી સાથે યૌન શોષણ કેસમાં હાંસીના એસડીએમ કુલભૂષણ બંસલ વિરુદ્ધ હિસારના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં વિવિધ ધારાઓમાં કેસ નોંધવામાં આવ્યો. ફરિયાદમાં બતાવ્યુ કે 200 રૂપિયામાં કરાવતો હતો. મસાજ ફરિયાદમાં ફતેહાબાદ જીલાના રહેનારો દલિત સમુહના વ્યક્તિએ કહ્યુ - 2020થી મસાજનુ કામ કરુ છુ. અધિકારી મને 200 રૂપિયાના હિસાબથી મસાજ માટે બોલાવતો અને વિરોધ કરુ તો બંદૂક બતાવતો હતો.  
 
હિસારના એસપી રાજેશ કુમાર મોહનનું કહેવું છે કે ઘટના સાથે જોડાયેલા વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કુલભૂષણ બંસલ વિરુદ્ધ 377 IPC, 506 IPC, SC ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.   ઘટના સ્થળ અને સમયની તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા, વીડિયો સામે આવ્યા બાદ સરકારે ગુરુવારે રાત્રે જ HCS અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા. આદેશમાં કહેવામાં આવ્યું છે કે હિસારના હાન્સીમાં એસડીએમ તરીકે તૈનાત કુલભૂષણ બંસલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. સસ્પેન્શન દરમિયાન તેઓ ચંડીગઢમાં હરિયાણાના મુખ્ય સચિવના કાર્યાલયમાં ફરજ બજાવશે. એસડીએમ કુલભૂષણ બંસલ પર દલિત સમુદાયના એક મેલ કર્મચારીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. પીડિતાએ એસસી કમિશન, સીએમ વિન્ડો, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશને લેખિત ફરિયાદ મોકલી આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
 
પીડિતે જણાવ્યું કે તે મસાજ થેરાપિસ્ટ તરીકે કામ કરે છે. આરોપી અધિકારીએ મસાજ કરાવવાના બહાને તેને પ્રાઈવેટ પાર્ટમાં મસાજ કરાવ્યું અને જ્યારે તેને વિરોધ કર્યો તો તેણે તેને પિસ્તોલ બતાવીને ધમકી આપી. પત્રની સાથે પીડિતાએ ઉચ્ચ અધિકારીઓને એક વીડિયો પણ મોકલ્યો છે, જેમાં અધિકારી તેની સાથે ખોટું કરતા જોવા મળે છે.   પીડિતે પોતાની ફરિયાદમાં કહ્યું કે જો તેનો વિરોધ કર્યો તો અધિકારીએ તેને નોકરીમાંથી કાઢી મુકવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી, જેના કારણે તે ખૂબ જ પરેશાન થઈ ગયો છે. 
 
આ વાતની જાણ થતાં જ હરિયાણા સરકાર આ મામલે સક્રિય થઈ ગઈ અને ગુપ્તચર વિભાગ દ્વારા આ સમગ્ર મામલાની રિપોર્ટ મંગાવી. ત્યારે જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પીડિતે  વધુમાં જણાવ્યું કે લગભગ 6 મહિના પહેલા અધિકારીએ મને મસાજ માટે બોલાવ્યો અને પહેલા તેણે મસાજ કરાવ્યું. આ પછી તેણે કહ્યું કે મારા પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ આવી રહી છે, ત્યા મને ખંજવાળ કરવાનું પણ કહ્યું, જ્યારે મેં ના પાડી તો તેણે તેની પિસ્તોલ કાઢી અને મને નોકરીમાંથી કાઢી મુકવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
 
અધિકારીની હરકતોથી કંટાળીને પીડિતાએ આત્મહત્યા કરવાનો પણ વિચાર કર્યો ત્યારે હદ વટાવી ગઈ. તેણે કહ્યું કે તે પોતાનું સન્માન બચાવવા માટે આત્મહત્યા કરવાની અણી પર છે. આરોપી અધિકારી સામે કેસ નોંધવો જોઈએ અને કડક કાર્યવાહી થવી જોઈએ.