સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : મંગળવાર, 7 જૂન 2022 (13:20 IST)

Crime News - સગી માતા જ સગીર પુત્રીનો કરાવતી હતી રેપ અને પછી થતો હતો એગ્સનો સોદો

preg
તમિલનાડુના સેલમ જીલ્લામાંથી એક ખૂબ જ હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહી એક માતા પોતાના જ સગીર પુત્રીનો પહેલા રેપ કરાવતી હતી અને પછી તેના એગ્સનો સોદો કરી દેવામાં આવતો હતો.  એવુ કહેવાય રહ્યુ છે કે પુત્રી સાથે રેપ અને તેના એગ્સને વેચવાની પ્રક્રિયા 2017 થી ચાલી  રહી હતી. એ સમયે યુવતી સગીર હતી. છેલ્લા 4 વર્ષમાં 8થી વધુ વાર તેના એગ્સનો સોદો કરવામાં આવ્યો. સૌથી હેરાન કરનારી વાત એ હતી કે સગીર પુત્રીનો તેની માતા જ પોતાના પુરૂષ મિત્ર પાસેથી પહેલા રેપ કરાવતી અને પછી તેના એગ્સને હોસ્પિટલમાં વેચવામાં આવતા હતા. હાલ પોલીસે રેપ પીડિતાની માતા અને તેના પુરૂષ મિત્રની ધરપકડ કરી લીધી છે. 
 
સમાચાર મુજબ પીડિતાએ પૂછપરછમાં જણાવ્યુ છે કે દરેક વખતે પ્રેગનેંટ થયા બાદ એગ વેચવા પર હોસ્પિટલમાંથી 20 હજાર રૂપિયા મળતા હતા. તેમાથી 5 હજાર રૂપિયા એક મહિલા કમીશનના રૂપમાં લેતી હતી અને બાકી પૈસા માતા અને તેનો મિત્ર રાખતા હતા.  આવુ વર્ષમાં ઓછામાં ઓછા બે વાર કરવામાં આવી રહ્યુ હતુ.  પીડિતાના મુજબ તેના માતા-પિતા 10 વર્ષ પહેલા જ જુદા થઈ ગયા હતા.  ત્યારબાદ તે તેની માતા સાથે તેના પુરૂષ મિત્રને ઘરે રહેતી હતી.   
 
અનેક વર્ષથી હેવાનિયતનો સામનો કરી રહેલી યુવતી મે મા પોતાના ઘરેથી ભાગીને પોતાના મિત્ર પાસે જતી રહી. યુવતીએ પોતાના મિત્રને આ અંગેની માહિતી આપી જ્યારબાદ તેના મિત્ર અને કેટલાક સંબંધીઓએ મળીને પોલીસને ફરિયાદ કરી. પોલીસે  યુવતીની મા અને તેના પુરૂષ મિત્રની ધરપકડ કરી લીધી છે. આ મામલામાં પોલીસ કેટલાક ડોક્ટરો અને દલાલો પર પણ એક્શન લેવાની તૈયારીમાં છે.