બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (11:44 IST)

સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો થયો પર્દાફાશ, 2 મહિલા સંચાલકોની ધરપકડ

રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા કેટલાય વેશ્યાલયો ભૂતકાળમાં પણ સામે આવ્યા છે. જોકે પોલીસની એક્શન મોડને કારણે વધુને વધુ ગુપ્ત વેશ્યાલયો શોધી કાઢવામાં આવી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પર સુરત પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં બેફામ વેશ્યાવૃત્તિનો પર્દાફાશ થયો છે.
 
સુરતના રોયલ આર્કેડમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ધમધમી રહ્યો હતો. જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા કુલ 3 સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. આશ્ચર્યજનક રીતે 3 સ્પામાંથી 2 મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા હતા. જેમને પોલીસે કસ્ટડીમાં લીધા છે. આ સાથે સ્પા સેન્ટરોમાંથી 4 યુવતીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 3 ગ્રાહકોની પણ પોલીસે અટકાયત કરી છે.
 
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કેસમાં અન્ય સ્પાનો માલિક ફરાર થઈ ગયો છે અને તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. જો કે રાજ્યમાં સ્પાના નામે દેહવ્યાપારનો ધંધો દિવસેને દિવસે વધી રહ્યો છે. જે સંસ્કારી સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે.