રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 જૂન 2023 (17:05 IST)

અમદાવાદમાં દુકાનમાં ફર્નિચર જોવા ગયેલા આધેડે બાળકીને મોબાઈલમાં પોર્ન ફિલ્મ બતાવીને છેડતી કરી

બાળકીએ તેની માતાને જાણ કરતાં માતાએ પોલીસ બોલાવી
પોલીસે ભીમરાવ સોનવણે નામના આરોપીની ધરપકડ કરી
 
 
અમદાવાદઃ શહેરમાં મહિલાઓ અને નાની બાળકીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે. સત્તાધીશો ભલે સબ સલામતની ગુલબાંગો ફૂંકે પણ હકિકત કંઈક જુદી જ છે. શહેરના સાબરમતિ વિસ્તારમાં 10 વર્ષની બાળકીની છેડતી થયાની ઘટના સામે આવી છે. ફર્નિચર જોવાના બહાને આવેલા આધેડે બાળકીને મોબાઈલમાં બિભત્સ વીડિયો બતાવીને શારીરિક અડપલાં કર્યા હોવાની જાણ થતાં જ બાળકીની માતાએ સાબરમતિ પોલીસને જાણ કરી હતી. પોલીસે આધેડની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
મોબાઈલમાં બિભત્સ વીડિયો બતાવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે બપોરના સમયે સાબરમતિ ડી કેબિન વિસ્તારમાં રહેતા ભીમરાવ સોનવણે નામના આધેડ જુનુ ફર્નિચર લેવા માટે એક દુકાનમાં ગયાં હતાં. આ દુકાનમાં રમી રહેલી બાળકીને જોઈ આધેડે આંખ ખરાબ કરી હતી. તેણે બાળકીની બાજુમાં બેસીને મોબાઈલમાં બિભત્સ વીડિયો બતાવ્યા હતાં. ત્યાર બાદ તેણે બાળકીને શારીરિક અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. બાળકીએ તેની માતાને જાણ કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. 
 
પોલીસે આરોપીની ધરપકડ કરી
બાળકીએ તેની માતાને તમામ હકિકત જણાવતાં માતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ભીમરાવ સોનવણે સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. તેના મોબાઈલની તપાસ કરતાં તેમાંથી 4 પોર્ન વીડિયો પણ મળ્યા હતાં. પોલીસની તપાસમાં આ આધેડ ચાર વખત દુકાનમાં ગયો હતો પરંતુ ગઈકાલે એકલતાનો લાભ લઈને દુકાનમાં રમતી બાળકી સાથે અડપલાં કર્યા હતાં. પોલીસે આરોપી જે વિસ્તારમાં રહે છે ત્યાં પણ તપાસ શરૂ કરી છે જેથી તેના ચારિત્ર્ય અંગેની માહિતી મળી શકે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.