સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : બુધવાર, 11 ઑગસ્ટ 2021 (23:15 IST)

એકતરફા પ્રેમમાં પાગલ યુવકે પરીણિત મહિલાના ચેહરા પર બ્લેડથી કર્યો હુમલો, બંને ગાલ પર આવ્યા 45 ટાંકા

ઈન્દોરના આઝાદ નગર વિસ્તારમાં એકતરફા પ્રેમમાં પાગલ દુષ્ટ માણસે યુવતી પર બ્લેડથી હુમલો કરી દીધો. તેણે છોકરીને બચાવવા આવેલા ભાઈ પર પણ અનેક વાર કર્યા.  ગંભીર રીતે ઘવાયેલા બંનેને MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છોકરીના બંને ગાલ પર 45 ટાંકા છે. પોલીસે માથાભારે આશિકની ધરપકડ કરી છે.
 
આ ઘટના મંગળવાર મોડી સાંજે બની છે. આઝાદ નગરમાં યુવતી આસીમના લગ્ન 3 વર્ષ પછી પોતાના પિયર આઝાદ નગર આવી હતી.  મંગળવારે બપોરે અક્કા ઉર્ફ અકરમ ખાને આસીમને કોઈ અન્ય સાથે જોઈ લીધી. મોડી સાંજે તે ઘરમાં ઘુસીને આસીમ પર બ્લેડથી હુમલો કરી દીધો. ચેહરાને નિશાન બનાવીને કરવામાં આવેલ હુમલામાં આસીમ ગંભીર રૂપે ઘાયલ થઈ ગઈ. તેની બૂમો સાંભળીને ભાઈ બચાવવા આવ્યો તો અકરમે તેના પર પણ હુમલો કર્યો.  બંને ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. આસપાસના લોકો આવ્યા તો અકરમ ભાગી ગયો. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 
 
વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ પોલીસ અધિકારીઓએ તેને ગંભીરતાથી લેતા મોડી રાત્રે 2 વાગ્યે આરોપીને તેના સંબંધીના ઘરેથી પકડી પાડ્યો. આરોપી અક્કાએ જણાવ્યુ કે અનેક વર્ષો પછી તેણે અસીમને જોઈ તો જોતા જ તેને ગુસ્સો આવી ગયો. તે તેને ખૂબ પ્રેમ કરતો હતો અને લગ્ન કરવા માંગતો હતો, પણ તેના લગ્ન કોઈ અન્ય સાથે થઈ જતા તે નારાજ હતો. 
 
યુવતીના બે બાળકો પણ છે 
 
યુવતીના પિતાએ જણાવ્યુ કે અક્કા ત્રણ વર્ષ પહેલા તેમના યુવતીને પરેશાન કરતો હતો. તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.  પણ તેમને પુત્રીના લગ્ન અન્ય જગ્યાએ કરી દીધા. તેના બે બાળકો પણ છે. પુત્રીના લગ્ન પછી પહેલીવાર પોતાના પિતાના ઘરે આવી હતી. અક્કાએ તક જોઈને તેના પર હુમલો કરી દીધો. અક્કા પર આસીમના પરિજને આઝાદ નગર પોલીસ મથકમાં પહેલા પણ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેના પર જુગાર અને અન્ય મામલા નોંધાયા છે.