સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 22 જાન્યુઆરી 2022 (09:45 IST)

સુરેન્દ્રનગરમાં સામૂહિક બળાત્કાર, આખુ વર્ષ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, ત્રણ આધેડોની ધરપકડ

સુરેન્દ્રનગરના ચોટીલાના એક ગામમાં વધુ એક માનસિક વિકલાંગ યુવતી પર ત્રણ લોકોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેના કારણે પોલીસે ત્રણેય બળાત્કારીઓની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે ત્રણેય આરોપીઓની ઉંમર 50 વર્ષથી વધુ છે.
 
મળતી માહિતી મુજબ, ગામમાં રહેતા કાના રામાભાઈ બાવળિયા, અંબા ધરમશી પરમાર અને મગ રાણા ગોલિયા નામના લોકો માનસિક વિકલાંગ યુવતિને ગામની બહાર આવેલી શાળામાં લઈ જતા હતા જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરતા હતા.
 
હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મકરસંક્રાંતિના દિવસે ઘરે પહોંચેલી યુવતીની બહેનો ગભરાઈ જતાં તેઓ તેને તપાસ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં યુવતી 8 માસની ગર્ભવતી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ પછી પરિવાર દ્વારા ત્રણ લોકો વિરુદ્ધ મોલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા આવી જ એક વિકૃત છોકરી પર બળાત્કારની ઘટના બાદ કોર્ટે આરોપીને સજા સંભળાવી છે.