ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑક્ટોબર 2023 (17:51 IST)

ડૉગ ટ્રેનરે કૂતરાને ફાંસી પર લટકાવ્યો, કેમરામાં કેદ થઈ દિલ દહેલાવનારી ઘટના

Trainer Hanged Dog on Gate: રાજધાની ભોપાલમાં એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે  અહી કેટલાક લોકોએ એક કૂતરાને એવી યાતના આપી કે લોકોના રૂંવાટા ઉભા થઈ ગયા. મળતી માહિતી મુજબ ડૉગ ટ્રેનિંગ સેંટરના ટ્રેનર્સે કૂતરાને ફાંસી લગાવીને તેની હત્યા કરી નાખી. 
 
વાયરલ થઈ રહ્યો છે પશુ ક્રૂરતાનો વીડિયો 
 
પશુ ક્રૂરતાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા જોવા મળી શકે છે કે ટ્રેનર્સ ડોગને ઘરના ગેટ સુધી લઈને આવે છે પછી ગળામાં દોરડુ બાંધીને તેને લટકાવી દે છે. કૂતરુ આ દરમિયાન ચીસો પાડે છે, બરાડે છે પણ એ લોકોને બિલકુલ દયા નથી આવતી અને તેને છોડતા નથી. લગભગ 5 મિનિટ સુધી તેને યાતના આપ્યા પછી ડોગનો જીવ જતો રહે છે. 

 
વીડિયો કરી દેવામાં આવ્યો હતો ડિલીટ 
 
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ વેપારી નિખિલ જયસ્વાલે કૂતરાને ટ્રેનિંગ માટે છોડ્યો હતો. આ દરમિયાન કૂતર સાથે આ ઘટના બની. તે મિસરોદના સહારા સિટી મકાન નંબર 6/69 મા રહે છે.  આ સમગ્ર ઘટના ટ્રેનિંગ સેન્ટરની બહાર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આરોપીઓના નામ રવિ કુશવાહા, નેહા તિવારી અને તરુણ દાસ છે. જો કે તેણે આ વિડીયો ડીલીટ કરી દીધો હતો, પરંતુ પોલીસે તેને રીકવર કર્યો હતો. જે બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આરોપીઓ આલ્ફા ડોગ ટ્રેનિંગ એન્ડ બોર્ડિંગ સેન્ટરના નામે ટ્રેનિંગ સેન્ટર ચલાવતા હતા. મિસરોડ પોલીસે પશુ ક્રૂરતા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.