શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2024 (14:14 IST)

કોણ છે રિયા બર્ડે Riya Barde, ભારતમાં રહેતી હતી, નીકળી બાંગ્લાદેશી, પોલીસે ખોલી આખી કુંડળી

Porn Star Riya Barde
મહારાષ્ટ્રના ઉલ્હાસનગરની હિલલાઈન પોલીસે પોર્ન સ્ટાર રિયા બર્ડેને ધરપકડ કરી છે. તેનુ આખુ નામ રિયા બર્ડે  બન્ના શેખ છે. ઉલ્લેખનીય છે કે પોર્ન ઈંડસ્ટ્રીમાં રિયાને આરોહી બર્ડે કે બન્ના શેખના નામથી ઓળખવામાં આવે છે. એવુ કહેવાય રહ્યુ છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના પ્રોડક્શનમાં પણ કામ કર્યુ છે. 
 
રિયા ભારતમાં પોર્ન સ્ટારનુ કામ કરે છે પણ તાજેતરમાં જ પોલીસે તેની પોલ ખોલી છે અને તે બાંગ્લાદેશી નીકળી. જેના પર ખોટા દસ્તાવેજના આધાર પર ભારતમાં રહેવાનો આરોપ છે. પોલીસે રિયા વિરુદ્ધ આઈપીસી 420, 465, 468, 479, 34 અને 14 એ હેઠળ મામલો નોંધાવ્યો છે. 
 
કોણ છે રિયા બર્ડે - રિયા પર આરોપ છે કે તે મૂળ રૂપથી બાંગ્લાદેશી છે અને તે તેની મા ભાઈ અને બહેનના ખોટા દસ્તાવેજ બનાવીને ભારતમાં ગેરકાયદેસર રીતે રહે છે. ખાસ વાત એ છે કે બાંગ્લાદેશી હોવા છતા ભારતીય કાગળ બનાવીને ભારતમાં ગેરકાયદેસર રીતે રહે છે. ખાસ વાત એ છે કે બાંગ્લાદેશી હોવા છતા ભારતીય કાગળ બનાવવા માટે રિયાની માતા એ અમરાવતીના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.  હાલ આ મામલો પોલીસે રિયા ઉપરાંત તેની મા અંજલી બર્ડે ઉર્ફ રૂબી શેખ, પિતા અરવિંદ બર્ડે, ભાઈ રવિન્દ્ર ઉર્ફ રિયાજ શેખ અને બહેન રિતુ ઉર્ફ મોની શેખને પણ આરોપી બનાવ્યો છે. 
 
શુ રિયા ની માતાએ રચ્યુ હતુ ષડયંત્ર - પોલીસ મુજબ રિયાની મા અંજલી બાંગ્લાદેશની રહેનારી છે અને તે પોતાની બે પુત્રીઓ રિયા અને પુત્ર સાથે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતી હતી. રિયાની માતાએ પશ્ચિમ બંગાળની હોવાનો દાવો કરતા અમરાવતી નિવાસી અરવિંદ બર્ડે સાથે લગ્ન કર્ય અને પછી ખુદ અને બાળકો માટે ખોટા જન્મ પ્રમાણપત્ર અને અન્ય ખોટા દસ્તાવેજ બનાવીને ભારતીય નાગરિકનો પાસપોર્ટ બનાવી લીધો. જેથી તે પોતાની ભારતીય ઓળખ સાબિત કરી શકે. 
 
શુ નીકળ્યુ તપાસમાં - પોલીસે પોતાની તપાસમાં જોયુ કે પોર્ન સ્ટારની માતા અને પિતા બંને હાલ કતરમાં રહી રહ્યા છે. જ્યારે કે પોલીસ તેના ભાઈ અને બહેનની પણ શોધ કરી રહી છે. પોલીસે જણાવ્યુ કે રિયાને પહેલા મુંબઈ પોલીસે વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલ એક મામલે અનૈતિક વેપાર અધિનિયમ હેઠળ ધરપકડ કરી હતી.