શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2017
Written By
Last Updated : ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (16:49 IST)

2017 - જાણો અંતિમ વર્ષે ભારતમાં રહેલ ક્યા 5 મોટા વિવાદ..

વર્ષ 2007 ખતમ થવા જઈ રહ્યુ છે અને ડિસેમ્બર ખતમ થવાની રાહ જોઈ રહ્યુ છે વર્ષ 2018.  વર્ષ 2017એ ભારતને અનેક મોટા ફેરફાર બતાવ્યા. દેશમા અનેક મોટી મોટી વસ્તુઓ જોવા મળી.  આ સાથે જ આ વર્ષે ભારત અનેક વિવાદોથી પણ ઘેરાય ગયુ. દેશભરમાં અનેક ભાગમાં અનેક મામલાને લઈને વિવાદ જોવા મળ્યો.. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે આ વર્ષ દરમિયાન ભારત કયા 5 વિવાદોથી ઘેરાયેલુ રહ્યુ.  
 
1. ડોકલામ વિવાદ - ભારત અને ચીન વચ્ચે 73 દિવસ સુધી ડોકલામ વિવાદ ચાલ્યો. ભૌગોલિક રૂપથી ડોકલામ ભારત ચીન અને ભૂટાન બોર્ડરના ત્રણ રસ્તે આવેલુ છે. જેની ભારતના નાથુલા પાસેથી માત્ર 15 કિલોમીટરનુ અંતર છે.  ચુંબી ઘાટીમાં આવેલ ડોકલામ સામરિક દ્રષ્ટિથી ભારત અને ચીન માટે ખૂબ મહત્વપૂર્ણ છે.  વર્ષ 1988 અને 1998માં ચીન અને ભૂટાન વચ્ચે સમજૂતી થઈ હતી બંને દેશ ડોકલામ ક્ષેત્રમાં શાંતિ કાયમ રાખવાની દિશામાં કામ કરશે.. 
 
 
ભારતના સિક્કિમ ચીન અને ભૂતાનના ત્રણ રસ્તા પર આવેલ ડોકલામ પર ચીન હાઈવે બનાવવાની કોશિશ કરી રહ્યુ હતુ જેનો ભારત તરફથી વિરોધ થઈ રહ્યો હતો. તેનુ મોટુ કારણ એ હતુ કે જો ડોકલામ સુધી ચીનની અવર જવર શરૂ થઈ જાય તો પછી તે બહરતન પૂર્વોત્તર રાજ્ય સાથે જોડનારા ચિકન નેક સુધી પોતાની પહોંચ વધુ સરળ કરી શકે છે. 
 
 
2. પદ્માવતી વિવાદ - સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતીને લઈને દેશભરના અનેક ભાગમા વિરોધ જોવા મળી રહ્યો છે.  ખાસ કરીને રાજપૂત સમાજના લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે.  વિરોધ બતાવી રહેલ લોકોનુ કહેવુ છે કે ભંસાલીએ ઈતિહાસ સાથે છેડછાડ કરી ચ હે. ફિલ્મના ગીત ઘૂમર પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. 
 
3. ભારત પાકિસ્તાન વિવાદ - આ વિવાદ અનેક વર્ષોથી ચાલી રહ્યો છે. પાકિસ્તાન તરફથી આતંકી સતત સીઝફાયરનુ ઉલ્લંઘન કરે છે. આતંકવાદીઓને ઠાર કરવા માટે ભારતીય સેનાએ ઓપરેશન ઓલઆઉટની શરૂઆત કરી છે. જેમા અત્યાર સુધી 200 આતંકવાદીઓ ઠાર થયા છે. આ વર્ષે સેનાએ અનેક એ++ કેટેગરીબા આતંકીઓને ઠાર કરવામાં મોટી સફળતા મેળવી છે. 
 
4. ત્રણ તલાકનો મુદ્દો - આ વર્ષે સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને લઈને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ત્રણ તલાકને અસંવૈદ્યાનિક કરાર આપ્યો છે.  જેને લઈને કેન્દ્ર સરકાર કાયદો બનાવવાની તૈયારીમાં છે.  ત્રણ તલાક પર સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર દેશભરમાં ઉલેમાઓ વિરોધ કર્યો 
 
5. ગોરક્ષા વિવાદ - આ વર્ષે ગૌરક્ષાને લઈને પણ ખૂબ વિવાદ રહ્યો. ગૌરક્ષકોના હુમલાથી દેશના અનેક ભાગમાં નિર્દોષ લોકોની હત્યા થઈ છે. ગાયની રક્ષાના નામ પર કથિત ગૌરક્ષકોએ નિર્દોષ લોકોની હત્યા કરી નાખી. સુર્પીમ કોર્ટના ગૌ રક્ષાના નામ પર થવાની હિંસાને ગંભીરતાથી લીધુ.. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને આદેશ આપતા આવી હિંસાથી નિપટવા માટે દરેક જીલ્લામાં ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ આપ્યો.