સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : શનિવાર, 14 ઑક્ટોબર 2017 (11:30 IST)

દિવાળી પહેલા આ રીતે કરો કુબેરના સ્વાગતની તૈયારી, વેપારમાં ક્યારેય નુકશાન નહી થાય

ધનતેરસ પર ધનના દેવતા કુબેર અને મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવાનુ વિધાન છે. ઉત્તર દિશાને કુબેરનુ સ્થાન માનવામાં આવે છે. આ સ્થાનને જેટલુ હોઈ શકે ખાલી કરો અને રોજ સવારે પાણીથી ધોઈને સાફ કરો. પછી તાંબાના વાસણમાં ગંગા જળ લઈને ઉત્તર દિશા અને તિજોરીમાં છાંટો. આ ઉપાયથી કુબેરના સ્વાગતની તૈયારી થાય છે. 
 
મા લક્ષ્મી અને કુબેરજીનુ ચિત્ર અને શ્રી રૂપ ઉત્તર દિશાની તરફ સ્થાપિત કરો. તેનાથી ઉત્તર દિશા સક્રિય થશે અને ધન આગમનમાં આવનારા બધા અવરોધોનો નાશ થશે. 
 
રોકાયેલુ ધન ફરીથી મેળવવા માટે દિવાળીની રાત્રે એક માટી અથવા લોટનો ચૌમુખ દિવો બનાવી દેશી ઘી, તલનુ તેલથી ભરીને તેમા 4 કપાસની બત્તીઓ મુકીને કોઈ ચારરસ્તા પર અડધી રાત્રે સળગાવો. આ દિવામાં 3 કાળા હકીક એક એક કરીને જેની પાસેથી પૈસા પરત લેવાના છે તેનુ નામ લઈને નાખો. દીવાના ઉપર નાગકેસર, જાવિત્રી, કાળા તલ એક-એક ચમચી પણ નાખો. આ ક્રમ આગળ પણ આખુ વર્ષ અમાસના દિવસે કરતા રહો.