શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના સરળ ઉપાય જરૂર કરશો ,રહેશે મહાલક્ષ્મીની કૃપા સદાય

*લક્ષ્મી પૂજનના સમયે એક નાળિયેર લો તેના પર અક્ષત ,કંકુ ,પુષ્પ વગેરે અર્પિત કરો તેને પણ પૂજામાં મુકો.
 
* દિવાળીના દિવસે સાવરણી જરૂર ખરીદવી જોઈએ. આખા ઘરની સફાઈ નવી સાવરણીથી કરો . જ્યારે સાવરણીનું  કામ ના હોય તો તેને કોઈને દેખાય ન એ રીતે રાખવી જોઈએ. 
 
* આ દિવસે અમાસ હોય  છે તેથી આ દિવસે પીપળના ઝાડમાં જળ અર્પિત કરવુ  જોઈએ. આવું કરવાથી  શનિ દોષ અને કાલસર્પ દોષ સમાપ્ત થઈ જાય છે. 
 
* પ્રથમ પૂજ્ય શ્રીગણેશને દૂર્વા અર્પિત કરો. દૂર્વાની 21 ગાંઠ ગણેશજીને ચઢાવવાથી તેમની કૃપા મળે છે. દિવાળીના શુભ દિવસે આ ઉપાય કરવાથી ગણેશજીના સાથે મહાલક્ષ્મીની કૃપા પણ મળે છે.
 
* દિવાળીમાં સવારે ઘરેથી નીકળતા પહેલાં કેસરનું તિલક કરવુ  જોઈએ. આવું દરરોજ કરવાથી મહા લક્ષ્મીની કૃપા મળશે. 
 
* જો શક્ય હોય તો દિવાળી પર કોઈ ગરીબ માણસને કાળો ધાબળો દાન કરો. આવું કરવાથી શનિ અને રાહુ-કેતુના દોષ શાંત થશે અને કાર્યોમાં આવતા અવરોધ દૂર થઈ જશે. 
 
* મહાલક્ષ્મીના પૂજનમાં દક્ષિણાવર્થી શંખ પણ રાખવો જોઈએ. આ શંખ મહાલક્ષ્મીને ઘણો પ્રિય છે એમની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ રહે  છે. 
 
* દિવાળીના પાંચે દિવસ ઘરમાં શાંતિ જાળવી રાખો. કોઈ પણ પ્રકારનો ક્લેશ ,વાદ-વિવાદ ના કરો. જે ઘરમાં શાંતિ રહે છે ત્યાં દેવી લક્ષ્મી હમેશા નિવાસ કરે છે. 
 
* દિવાળીના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠવું અને સ્નાન કરતી વખતે ન્હાવાના પાણીમાં કાચુ  દૂધ અને ગંગાજળ મિક્સ કરી દો. 
 
* સ્નાન પછી સારા વસ્ત્ર પહેરી અને સૂર્યદેવને જળ અર્પિત કરો. જળ અર્પિત કરવાની સાથે લાલ પુષ્પ પણ સૂર્યને અર્પિત કરો. 
 
* કોઈ બ્રાહ્મણ કે ગરીબ માણસને અનાજ દાન કરો. અનાજની સાથે વસ્ત્રનું  દાન કરવુ પણ શ્રેષ્ઠ રહે છે. 
 
* મહાલક્ષ્મીના મંત્ર ૐ શ્રીં હ્રિં શ્રીં કમળે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રી ૐ મહાલક્ષ્મયૈ નમ: 
આ મંત્રનો જાપ કરો .મંત્ર જાપ માટે કમળના ગટટાની માળાનો ઉપયોગ કરો. દિવાળી પર ઓછામાં ઓછા 108 વાર આ મંત્રનો જાપ કરો. 
 
* દિવાળી પર શ્રીયંત્રના સામે ધૂપ-દીપ લગાવી પૂર્વ દિશાની તરફ મુખ કરી આસન પર બેસો. પછી શ્રીયંત્રનો પૂજન કરો અને    કમલગટટાની માળાથી મહાલક્ષ્મીના મંત્ર   - ૐ શ્રીં હ્રિં શ્રીં કમળે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રી ૐ મહાલક્ષ્મયૈ નમ:આ મંત્રનો  જાપ કરો.

* કોઈ પણ મંદિરમાં સાવરણીનું  દાન કરો. જો તમારા ઘરની પાસે મહાલક્ષ્મીનો મંદિર હોય તો ગુલાબની સુંગંધવાળી અગરબતીનું દાન કરો. 
 
* ઘરના મુખ્યદ્વ્રાર પર કુમકુમનો સ્વાસ્તિકનો ચિહ્ન બનાવો.  દ્વ્રારના બન્ને સાઈડ કુમકુમથી જ શુભ-લાભ લખો. 
 
* લક્ષ્મી પૂજનમાં સોપારી મુકો. તેના પર લાલ દોરો લપેટીને અક્ષત ,કુમકુમ,પુષ્પ વગેરે પૂજન સામગ્રીથી પૂજા કરો અને પૂજન પછી આ સોપારીને તિજોરીમાં રાખો. 
 
*દિવાળીના દિવસે શ્વેતાર્ક ગણેશની પ્રતિમા ઘરે લાવો તો હમેશા બરકત રહેશે.પરિવારના સદસ્યોને પૈસાની અછત નહી આવશે . 
 
*જો શક્ય હોય તો આ દિવસે કોઈ તળાવ કે નદીમાં માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવો. શાસ્ત્રો મુજબ આ પુણ્ય કર્મથી મોટા-મોટા સંકટ દૂર થાય છે. 
 
*  ઘરમાં સ્થિત તુલસીના છોડના પાસે દીવાળીની રાતે દીપક પ્રગટાવો અને તુલસીને વસ્ત્ર અર્પિત કરો. 
 
* સ્ફ્ટિકથી બનેલો શ્રીયંત્ર દીવાળીના દિવસે બજારથી ખરીદીને લાવો . શ્રીયંત્રને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખો કયારે પૈસાની અછત નહી થશે. 
 
* દિવાળી પર સવારે-સવારે શિવલિંગ પર તાંબાના લોટાથી જળ અર્પિત કરો જળમાં જો કેસર નાખશો તો શ્રેષ્ઠ રહેશે.