ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

દિવાળી 2017 - આ છે મા લક્ષ્મીને પ્રસન્ન કરવાની 5 રીત

વાસ્તુમાં ઘર-દુકાનના મેન ગેટનુ વિશેષ મહત્વ હોય છે. તેથી દિવાળી પર મા લક્ષ્મીને ખુશ કરવા માટે મેન ગેટની સાફ સફાઈથી લઈને દરવાજાને સજાવવાનુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.  વાસ્તુ મુજબ ઘર દુકાનના મેન ગેટ પાસે આ 6 વસ્તુઓ મુકવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે અને ઘર પરિવારને પૈસાથી લઈને સારા આરોગ્ય સુધી બધુ જ મળે છે. 
 
દિવાળી પર મા લક્ષ્મી અને ગણેશની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે મા લક્ષ્મી પોતાના ભક્તોની દરેક ઈચ્છા પુરી કરે છે.  મા લક્ષ્મીની કૃપાથી યશ અને કીર્તિ પણ પ્રાપ્ત થાય છે અને ધન લાભમાં આ વિશેષ લાભકારી છે. એવુ કહેવાય છેકે લક્ષ્મી રિસાતા દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે તેથી મા લક્ષ્મીની પૂજાના સમયે કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ .. જાણો શુ છે આ વાતો.. 
 
1. મા લક્ષ્મીની પૂજા કરતી વખતે આ વાતનુ ધ્યાન રાખો કે લક્ષ્મીના આ ચિત્ર કે મૂર્તિની પૂજા કરો જેમા તે ગુલાબી કમળના ફૂલ પર વિરાજમાન હોય. આ ઉપરાંત ચિત્રમાં મા લક્ષ્મીના હાથે ધનની વર્ષા થઈ રહી હોય. દેવી માના ઉભા સ્વરૂપની પૂજા ન કરવી જોઈએ. 
 
2. મહાલક્ષ્મીની પૂજા અડધી રાત્રે સફેદ કે ગુલાબી કપડા પહેરીને કરવામાં આવે છે અને દેવી મા ને ગુલાબી રંગનુ ફૂલ ખાસ કરીને દિવાળીના દિવસે કમળનુ ફુલ ચઢાવવુ શુભ હોય છે. 
 
3. દિવાળીના દિવસે મા લક્ષ્મી સામે ઘી નો એક મોટો દીવો પ્રગટાવવો જોઈએ અને મહાલક્ષ્મીને અત્તર ચઢાવવુ જોઈએ. 
 
4. મા લક્ષ્મીના મંત્રોનો જાપ સ્ફટિકની માળાથી કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
5. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની તિજોરીમાં મા લક્ષ્મીની એવી તસ્વીર લગાવવી જોઈએ જેમા બે હાથી સૂંઢ ઉઠાવતા દેખાતા હોય. તિજોરીમાં આ લગાવવા શુભ હોય છે.