1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (11:16 IST)

Guru Pushya Nakshatra: દિવાળી પહેલા વર્ષો બાદ પછી બની રહ્યો છે આવો સંયોગ

Guru Pushya Nakshatra 2021: દિવાળી (Diwali) ના અવસર પર ઘણી બધી ખરીદી કરવાની પરંપરા વર્ષો જૂની છે. આ અવસર પર લક્ષ્મી પૂજા (Laxmi Puja)માં પહેરવા માટે નવા કપડા ઉપરાંત ગાડી, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ, જ્વેલરી જેવી તમામ વસ્તુઓ ખરીદી (Shopping)કરવામાં આવે છે. 5 દિવસ ચાલનારા આ તહેવાર (Festival) માં મોટેભાગે ધનતેરસના દિવસે સૌથી વધુ શૉપિંગ કરવામાં આવે છે. પણ આ વર્ષે ધનતેરસ પહેલા જ ખરીદીનુ ખૂબ  જ શુભ સંયોગ બની રહ્યો છે. 
 
દિવાળીની ખરીદી માટે બજારો ઘણા દિવસો અગાઉથી તૈયાર થઈ જાય છે, જેથી લોકો તેમની પસંદગીની ઘણી વસ્તુઓ ખરીદી શકે, પરંતુ આ વર્ષે લોકોને દિવાળી પહેલા આ તક મળવાની છે. 60 વર્ષ બાદ શનિ-ગુરુના સંયોગમાં ગુરુ પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે, જે ખૂબ જ શુભ છે.
 
28 ઓક્ટોબર, મકર રાશિમાં શનિ-ગુરુના યુતિને કારણે પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે. આ સિવાય સર્વાર્થસિદ્ધિ યોગ પણ તે જ દિવસે સવારે 6:33 થી 9:42 સુધી રહેશે.
 
જ્યોતિષ અનુસાર ગુરુ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી ખૂબ જ શુભ હોય છે. મકર રાશિમાં શનિ-ગુરુના યુતિ દરમિયાન તેગુરુ પુષ્ય નક્ષત્રની હાજરી શુભ પરિણામોમાં વધારો કરે છે. પુષ્ય નક્ષત્ર પર શનિ અને ગુરુની કૃપાને કારણે તેને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. આ વખતે આ નક્ષત્ર પર, આ બંને ગ્રહો એક જ રાશિમાં રહેશે, જે ખૂબ જ લાભદાયક સ્થિતિ રહેશે.
 
આ શુભ સંયોગમાં, તમે ઘર-મિલકત, સોના-ચાંદી, કાર, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, ફર્નિચર વગેરે ખરીદી શકો છો. આ સિવાય પુસ્તકો ખરીદવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે.
 
ખરીદી ઉપરાંત આ દિવસ રોકાણની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ સાબિત થશે. તમે 28 ઓક્ટોબરના રોજ વીમા પોલિસી લઈ શકો છો. જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો પછી લોખંડ, સિમેન્ટ, તેલ કંપની, કાપડ, ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત કંપનીઓના શેર નફો કરાવશે. 
 
28 ઓક્ટોબરે ગુરુ પુષ્યના સંયોગમાં ક્યારે કયુ ચોઘડિયુ રહેશે ?
 
- ચર :  સવારે 10.30 થી બપોરે 12.
 
- લાભ : બપોરે 12.01 થી 1.30.
 
- અમૃત: બપોરે 1.31 થી 3.
 
- શુભ:   સાંજે 4.30 થી 6.
 
- અમૃત: સાંજે 6.01 થી 7.30.
 
- ચર :  સાંજે 7.31 થી 9 વાગ્યા સુધી.
 
ખરીદદારોથી ખીલી ઉઠશે બજાર, ખરીદી સારી થશે 
 
દીવાળી પહેલા આ વખતે ગુરુ પુષ્યનો સંયોગ બની રહ્યો છે. સામાન્ય રીતે પુષ્ય નક્ષત્ર દિવાળીના દિવસે બુધવાર, રવિવાર, સોમવારે આવે છે પરંતુ જ્યારે પણ પુષ્ય નક્ષત્ર દિવાળી પહેલા ગુરુવારે આવે છે ત્યારે સોનાના ઘરેણાંની સારી ખરીદી થાય છે. લગ્નની સિઝન પણ દેવ ઉઠી અગિયારસથી શરૂ થશે. જેને કારણે, ગુરુ પુષ્યમાં ખરીદદારોથી બજાર ખીલી ઉઠવાની શક્યતાઓ છે. આ ખાસ અવસર માટે સોના-ચાંદીના માર્કેટને ઇલેક્ટ્રિકલ ડેકોરેશનથી શણગારવામાં આવશે.
 
શ્રેષ્ઠ સંયોગમાંથી એક
 
જ્યોતિષ મુજબ ગુરુ પુષ્યમાં પોતાના લક્ષ્યોને પરિપૂર્ણ કરીને વ્યક્તિ જે પણ કાર્ય હાથ ધરે છે તેમાં સફળતા પ્રાપ્ત થાય છે. 27 નક્ષત્રમાંથી એક પુષ્ય નક્ષત્રને નક્ષત્રનો રાજા કહેવામાં આવે છે. જો આ નક્ષત્ર ગુરુવારે આવે તો તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. તેને શ્રેષ્ઠ શુભ યોગોમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે જે લોકો નવી વસ્તુઓ, જમીન-મકાન, વાહનો, સોનાના ઘરેણાં સિવાય નવો ધંધો શરૂ કરે છે. દેવી મહાલક્ષ્મીની તેમના પર વિશેષ કૃપા છે.