1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની વાનગીઓ
  4. Diwali Reciep Bhakarwadi in Gujarati

દિવાળી ફરસાણ - ભાખરવડી

દિવાળી ફરસાણ - ભાખરવડી
સામગ્રી -  વરિયાળી, જીરુ, ખસખસ 2-2 ચમચી, આખા ધાણા 2 ચમચી,  2 ચમચી સૂકા નારિયેળનું છીણ,1
Diwali Reciep Bhakarwadi in Gujarati

ટેબલસ્પૂન ગરમ મસાલો, મીઠું, મરચું, ખાંડ, આમચૂર પાવડર અથવા એક લીંબુનો રસ, લસણ 7 કળી, લીલા મરચા 4.  વરિયાળી, જીરુ,  ખસખસ, ધાણા અને તલ સેકીને અધકચરા વાટી લો. લસણ મરચાનુ પેસ્ટ બનાવો.  હવે કોપરાના છીણમાં વાટેલા ખસખસ ધાણા, આદુ મરચાનુ પેસ્ટ, મરચુ મીઠુ, હળદર, ગરમ મસાલો, લીંબુનો રસ અને ખાંડ નાખીને મિક્સ કરો.  
 
લોટ બાંધવા - ચણાના લોટ અને ઘઉંના લોટને મિક્સ કરીને મીઠુ અને તેલ નાંખી તેનો સહેજ કડક લોટ બાંધો. આ લોટ પર ભીનુ કપડુ રાખી તેને ઢાંકી દો.

બનાવવાની રીત  - બાંધેલા લોટાના મોટા લૂઆ બનાવી તેને રોટલી વણો. એક વાડકીમાં ખાંડનુ પાણી બનાવો અને તેને રોટલી પર ચોપડો પછી આ રોટલી પર ભરાવનની એક પરત બનાવો. આવુ કરવાથી મસાલો ચોંટી રહેશે. હવે આનો ગોલ રોલ બનાવતા જાવ અને દબાવતા જાવ. તેના કાપાં પાડી સારી રીતે ગરમ થયેલાં તેલમાં હાથ વડે દબાવીને તળી લો. આ રેસિપીથી ઘરે બનાવેલી ભાખરવડી તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો
 
આગળનો લેખ
Diwali Recipe - કોપરા પાક