શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. નવલી નવરાત્રી
Written By
Last Modified: ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (16:05 IST)

21 સેપ્ટેમબરથી શરૂ નવરાત્રી આ છે શુભ મૂહૂર્ત અને તિથિ

શારદીય નવરાત્ર 21 સેપ્ટેમબરથી શરૂ થઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજામાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરાય છે. હિન્દુ પરંપરા મુજબ આ 10 દિવસોનો ખાસ મહત્વ હોય છે. માં દુર્ગાની પૂજામાં ખાસ પૂજા સ્થળ પર ધ્યાન અપાય છે. 
મા દુર્ગાની સ્થાપનાનું મૂહૂર્ત  
નવરાત્રમાં સૌથી મુખ્ય માતાની ચોકી હોય છે. જે શુભ મૂહૂર્તમાં જ લગવાય છે. માતાની  ચોકી લગાવા માટે ભક્તો પાસે 21 સેપ્ટેમબર સવારે 6 વાગીને 03 
 
મિનિટથી લઈને 08 વાગીને 22 મિનિટ સુધીનો સમય છે. 
 
નવરાત્રમાં અખંડ દીપનો મહત્વ 
અખંડ દીપ પ્રગટાવવાથી ઘરમાં હમેશા માતા દુર્ગાની કૃપા બની રહે છે. જરૂરી નહી કે દરેક ઘરમાં અખંડ દીપ પ્રગટાવે . અખંડ દીપના કેટલાક નિયમ હોય છે જેને 
 
નવરાત્રમાં પાલન કરવું હોય છે. હિન્દુ પરંપરા છે કે જેના ઘરોમાં અખંડ જ્યોત પ્રગટાવે છે તેને જમીન પર સૂવો જોઈએ. 
 
નવરાત્રમાં માતાના 9 રૂપોની પૂજા કરાય છે 
21 સેપ્ટેમબર 2017 : માતા શૈલપુત્રીની પૂજા 
22 સેપ્ટેમબર 2017 : માતા બ્રહ્મચારિણી  પૂજા  
23  સેપ્ટેમબર 2017: માતાચંદ્રઘટાની પૂજા  
24  સેપ્ટેમબર 2017: માતા કુષ્માંડાની પૂજા  
25  સેપ્ટેમબર 2017: માતા સ્કંન્દમાતાની પૂજા  
26  સેપ્ટેમબર 2017: માતા કાત્યાયનીની પૂજા  
27  સેપ્ટેમબર 2017: માતા કાલરાત્રિની પૂજા  
28  સેપ્ટેમબર 2017: માતા મહાગૌરીની પૂજા  
29  સેપ્ટેમબર 2017: માતા સિદ્ધિદાત્રીની પૂજા  
30  સેપ્ટેમબર 2017: માતા દશમી તિથિની પૂજા  દશેરા