ફરાળી રેસીપી - સાબુદાણાની ઈડલી
સામગ્રી - 1 કપ સાબુદાણા, 2 ટી સ્પૂન તેલ, 2 થી 3 કપ છાશ, 1/2 ટી સ્પૂન ખાવાનો સોડા, 2 ટેબલ સ્પૂન કોથમીર ઝીણી સમારેલી(મરજિયાત) 4 ઝીણા સમારેલા લીલા મરચાં, મોરેયાનો લોટ, મીઠું સ્વાદાનુસાર
બનાવવાની રીત - એક ફ્રાઈંગ પેનમાં થોડું તેલ લો. તેમાં સાબુદાણા મધ્યમ તાપે ૫ મિનિટ શેકવા. ત્યાર બાદ સાબુદાણા છાશથી પલાળવા. લગભગ ૬ થી ૮ કલાક પલાળી રાખવા. ત્યારબાદ પલળેલા સાબુદાણા વાટી લેવા. તેમાં મોરૈયાનો લોટ ઉમેરો. તેમજ સ્વાદાનુસાર મીઠુ અને સોડા ઉમેરી હલાવી લેવુ. કોથમીર અને લીલા મરચા ઉમેરવા. ઈડલીના વાસણમાં તેલ ચોપડી, ખીરૂ રેડી ઈડલી ઉતારવી. ગરમ ઈડલી કોપરાની ચટણી સાથે પિરસવી