સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By
Last Modified બુધવાર, 28 નવેમ્બર 2018 (10:52 IST)

જેમના ઘર પર પહોંચી જાય છે આ 3 વસ્તુઓ, તેમની તરત જ દૂર થઈ જાય છે ગરીબી

દરેક વ્યક્તિની મહત્વાકાક્ષા હોય છે કે તે પોતાના જીવનમાં ખૂબ પ્રોગ્રેસ કરે અને બધા પ્રકારના એશો આરામથી જીવન વિતાવે.  આ માટે તે દિવસ રાત મહેનત કરે છે. પણ અનેકવાર મહેનત કરવા છતા પણ તેને સફળતા મળતી નથી.  મિત્રો કોઈપણ વ્યક્તિને કોઈ કામમાં સફળતા પ્રાપ્ત કરવા માટે જેટલી મહેનત અને લગનની જરૂર હોય છે એટલુ જ ભાગ્યનો સાથ હોવો પણ જરૂરી છે.  આજે  અમે  તમને ચીની વાસ્તુ શાસ્ત્ર મુજબ  એવી 3 વસ્તુઓ વિશે બતાવી રહ્યા છીએ જેને ઘરમાં મુકવાથી વ્યક્તિને દરેક કામમાં સફળતા મળવી શરૂ થઈ જાય છે.  આ ત્રણ વસ્તુઓ ઘરમાં મુકવાથી દુર્ભાગ્યથી તરત જ પીછો છુટી જાય છે અને વ્યક્તિ ધનવાન બનતો જાય છે.  
 
સૌથી પહેલી વસ્તુ છે  ધાતુનો કાચબો 
 
ફેંગશુઈમાં ધાતુના કાચબાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેના પણ ઘરના મુખ્ય રૂમમાં ધાતુથી બનેલો કાચબો મુક્યો હોય તેના ઘર પર સુખ શાંતિ અને બરકત વધવા માંડે છે. 
 
બીજી વસ્તુ છે.. પિરામિડ
 
ઘરમાં  ધાતુથી બનેલુ પિરામિડ મુકવાથી હંમેશા સકારાત્મક ઉર્જા કાયમ રહે છે. જેને કારણે દરેક કાર્યમાં સફળતા મળવી શરૂ થઈ જાય છે.  નોકરી અને બિઝનેસમાં પ્રોગ્રેસ થાય છે. 
 
અને ત્રીજી વસ્તુ છે.સફેદ પત્થર -
 
 ઘર પર સફેદ પત્થર મુકવાથી વ્યક્તિ ધનવાન થતો જાય છે અને કોઈપણ કામમાં અવરોધ આવવા બંધ થઈ જાય છે.