શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ફીફા ફુટબોલ વિશ્વકપ
Written By
Last Updated : શનિવાર, 16 જૂન 2018 (17:56 IST)

FIFA WC 2018: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સ્પેનમાં 2 વર્ષની જેલ, 1 અરબથી વધુનો દંડ

ફીફા વિશ્વ કપ 2018માં સ્પેન વિરુદ્ધ હૈટ્રિક લગાવીને પુર્તગાલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ભલે પોતાની ટીમને હારથી બચાવી લીધી હોય પણ ટેક્સ ચોરીનો એક કેસમાં તેઓ ખુદને બચાવી ન શક્યા અને હારી ગયા. સ્પૈનિશ ટેક્સ અથોરિટી તરફથી નોંધાયેલ ટૈક્સ ફ્રોડ કેસમાં કોર્ટે રોનાલ્ડોને 2 વર્ષની સજા અને 18.8 મિલિયન ડોલરનો દંડ લાગ્યો છે.  રિયલ મૈડ્રિડના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સ્પૈનિશ અથોરિટી સાથે સંપર્ક કરીને પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો છે. 
 
જેલ જતા બચી શકે છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 
 
જો કે સ્પેનના કાયદા મુજબ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને શક્યત જેલની સજામાં છૂટ મળી જશે. કારણ કે સ્પેનિશ કાયદા મુજબ પહેલીવાર બે વર્ષ કે તેનાથી ઓછી સજા મેળવનારા વ્યક્તિ પ્રોબેશનમાં પણ સજા કાપી શકે છે. ઉલ્લેખનીય છે કે સ્પેનના ટેક્સ અધિકારીઓએ રોનાલ્ડો પર 2011થી 2014 દરમિયાન ફુટબોલ ક્લબના રિયાલ મૈડ્રિડ માટે રમતા જાણીજોઈને પોતાની કમાણી છિપાવવા અને 18.8 મિલિયન ડોલર ટેક્સ ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. 
લિયોનેલ મેસીને પણ થઈ હતી 21 મહિનાની સજા 
 
અર્જેંટીના અને બાર્સિલોનાના સુપરસ્ટાર લિયોનલ મેસીને પણ 2016માં 4.7 મિલિયન ડોલરના ટેક્સ ચોરીના મામલે દોષી સાબિત થતા 21 મહિનાની જેલની સજા મળી હતી. જો કે પછી કોર્ટે મેસીની જેલની સજાને બદલે બે કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો હતો.  જો કે રોનાલ્ડોએ કોર્ટમાં દલીલ આપી હતી કે  તેણે જાણીજોઈને કોઈ ભૂલ નહોતી કરે અને તેના વિરુદ્ધ ષડયંત્ર હેઠળ આ આરોપ લગાવવામાં આવ્યા છે.