બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. આજ-કાલ
  3. ગાંધી જયંતિ વિશેષ
Written By

જાણો ગાંધીજી વિશે રોચક વાતો (ગાંધી આશ્રમ ફોટા)

ગાંધીજી ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા ધારદાર કટાક્ષ પણ કરી લેતા

gandhi ashram

ગાંધી આશ્રમનું બહારનું દ્દ્રશ્ય

ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે બીજી ઑક્ટોબર ગાંધીજીની જન્મતિથિ છે એટલે એ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.

BHIKA SHARMA
P.R


એક વાર ગાંધીજી નાગપુર ગયા હતા ત્યારે એક અંગ્રેજી અખબારનો પત્રકાર તેમની મુલાકાત લેવા ગયો. તેણે કહ્યું કે, "માની લો કે એક વર્ષમાં આપને સ્વરાજ મળી જાય...

ગાંધીજીએ એ દેશદ્રોહી અખબારના પત્રકારને વચ્ચે જ અટકાવ્યો અને કહ્યું કે, "તમારે એવું કહેવું જોઈએ કે, માની લો કે એક વર્ષમાં આપણને સ્વરાજ મળી જાય... આપને નહીં, આપણને એમ બોલો, તમે પણ ભારતીય જ છો!

પણ એ દેશદ્રોહી અખબારના દેશદ્રોહી પત્રકારે નફ્ફટાઈપૂર્વક ગાંધીજીને ફરી વાર એ જ રીતે સવાલ પૂછ્યો કે,

"એક વર્ષમાં આપને સ્વરાજ મળી જાય તો અંગ્રેજોનું શું થશે?

ગાંધીજીએ કહ્યું, "સિંહ અને ઘેટાં સમાન થઈ જશે!

BHIKA SHARMA
W.D

આશ્રમના બહારનું દ્રશ્ય


ગાંધીજીએ જેમને મોટે ઉપાડે ભારતના વડા પ્રધાન બનાવ્યા હતા એ જવાહરલાલ નહેરુએ ગાંધીજીને કોરાણે મૂકી દીધા હતા અને તેઓ ગાંધીજીને વિશ્ર્વાસમાં લીધા વિના નિર્ણયો લેવા માંડ્યા હતા. એ સ્થિતિમાં ગાંધીજી ઘણી વાર દુભાઈ જતા હતા અને તેમના મૃત્યુ અગાઉનો થોડો સમય તેમણે ભારે વિષાદ સાથે વિતાવવો પડ્યો હતો. એમ છતાં તેમની રમૂજવૃત્તિ અકબંધ રહી હતી. અંગ્રેજી અખબારોના પત્રકારો જવાહરલાલ નહેરુને મળવા પહોંચી જતા હતા અને ગાંધીજીનું અસ્તિત્વ ધીમે ધીમે ભુલાવા માંડ્યું હતું એ દિવસોમાં એક અંગ્રેજ પત્રકાર ગાંધીજીને મળવા ગયો. એ અંગ્રેજ પત્રકારે ગાંધીજીને પૂછ્યું કે, "મારે માટે કંઈ છે, મિસ્ટર ગાંધી?

"ના, ગાંધીજીએ તેને જવાબ આપ્યો, "સિવાય કે તમારે મારી આ શાલ જોતી હોય!

સ્વાભાવિક રીતે એ પત્રકાર ગાંધીજીને સમાચાર માટે કે કોઈ નિવેદન માટે પૂછતો હતો, પણ ગાંધીજીએ તેમની ધારદાર રમૂજવૃત્તિ અને કટાક્ષવૃત્તિથી જવાબ આપ્યો.
BHIKA SHARMA
W.D

આ ફોટામાં જોવા મળી રહ્યા છે ગાંધીજીને ભેટમાં મળેલ ચરખો તેમજ ગાંધીજી અને જયપ્રકાશજીના અસ્થિકુંભ



"જીવનમાં વિનોદવૃત્તિની જરૂર છે એવું તમને લાગે છે? એક ગંભીર પ્રકૃતિના માણસે ગાંધીજીને પૂછ્યું.

ગાંધીજીએ તેમને જવાબ આપ્યો, "મારામાં વિનોદવૃત્તિ ના હોત તો મેં ક્યારનોય આપઘાત કર્યો હોત!



P.R

આ છે આપણા પ્રિય રાષ્ટ્રપિતાનું ગાંધીજીનું બેઠક સ્થાન.