આજે ગણેશ વિસર્જન : જાણો વિસર્જન પૂર્વ પૂજન વિધિ

અનંત ચતુર્દશીના તહેવાર પર દસ દિવસીય ગણેશોત્સવનુ સમાપન થશે. સાર્વજનિક સ્થાળ અને ઘરોમાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિયોનું વિસર્જન થશે. શાસ્ત્રો મુજબ માટી દ્વારા નિર્મિત ગણેશજીની મૂર્તિયો જે સ્થાપિત કરવામાં આવે છે તેનુ વિસર્જન થવુ અનિવાર્ય છે. તેથી શાસ્ત્ર મુજબ ગણપતિજીની મૂર્તિઓનુ વિસર્જન પાણીમાં જ થવુ જોઈએ. ખુદના ઘરમાં જ પવિત્ર પાત્રમાં ગંગાજળના કેટલાક ટીપા અને બાકી શુદ્ધ જળ મિક્સ કરીને મૂર્તિનુ વિસર્જન કરો. વિસર્જનથી પહેલા ગણપતિજી વિધિવત પૂજન કરો.

વિસજર્ન પહેલા પૂજન વિધિ : વિસર્જન પહેલા સ્થાપિત ગણપતિજીની મૂર્તિનુ વિધિવત ષોડશોપચાર પૂજન આરતી કરો. ગણપતિજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવો. 21 લાડુઓનો ભોગ લગાવો. તેમાથી 5 લાડુ મૂર્તિ પાસે ચઢાવો અને 5 બ્રાહ્મણને દાન કરી દો. બાકી લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો. ત્યારબાદ ગણેશજીને 21 દુર્વા આ મંત્રો સાથે ચઢાવો.

મંત્ર ૐ વં વક્રતુળ્ડાય નમ:
ત્યારબાદ ગણપતિજીની કેસરિયા ચંદન, અક્ષત, દૂર્વા અર્પિત કરી કપૂર પ્રગટાવીને તેની પૂજા અને આરતી કરો અને મૂર્તિનુ ના મંત્ર સાથે વિસર્જન કરી દો. હવે આ પવિત્ર પાણીને વૃક્ષો પર ચઢાવી દો. આવુ કરવાથી ગણપતિજીની કૃપા સદૈવ તમારા પર કાયમ રહેશે.

વિસર્જનના શુભ મુહૂર્ત


આ પણ વાંચો :