દિલ્હીથી લોકસભા ચૂંટણી લડશે અરવિંદ કેજરીવાલ ?

વેબ દુનિયા|

P.R
દિલ્હી. આમ આદમી પાર્ટીના નેતા દિલ્હીથી લોકસભા ચૂંટણી લડશે ? પાર્ટી નેતાઓનો ઈશારો કંઈક આ જ તરફ છે. પાર્ટી કૈડિડેટ્સની પ્રથમ લિસ્ટમાં દિલ્હીના કેડિડેટ્સનુ એલાન થવાની શક્યતા ખૂબ ઓછી છે. પાર્ટી નેતાઓના મુજબ દિલ્હીની સાત સીટો માટે કૈડિડેટની લિસ્ટ એક સાથે રજૂ નહી કરવામાં આવે. પાર્ટીના કોઈપણ નેતાને હજુ સુધી કોઈપણ સીટ પરથી હજુ સુધી આવેદન નથી કર્યુ.

'આપ' નેતા પંકજ ગુપ્તાએ જણાવ્યુ કે પ્રથમ લિસ્ટ ફેબ્રુઆરી ફર્સ્ટ વીકની આસપાસ આવી શકે છે. અમે કોશિશ કરી રહ્યા છીએ કે તેમા 15-20 નામ હોય. દિલ્હી વિશે તેમણે કહ્યુ કે પહેલી લિસ્ટમાં દિલ્હીથી કેંડિડેટ્સનુ નામ મુશ્કેલ છે. બની શકે કે 1-2 નામ હોય પણ. બીજી બાજુ પાર્ટીના એક સીનિયર નેતાએ કહ્યુ કે કેજરીવાલ ચૂંટણી લડશે કે નહી તેનો નિર્ણય અંતિમ સમયે લેવામાં આવશે. જો કેજરીવાલને કેંડિડેટ બનાવવાથી પાર્ટીના પક્ષમાં સારો મેસેજ જાય છે તો તે કેંડિડેટ બનશે અને જો લાગશે કે સ્ટાર કૈપેનરના રૂપમાં તે વધુ ફાયદાકારી છે તો તેના હિસાબથી રણનીતિ બનાવવામાં આવશે. તેમણે કહ્યુ કે પાર્ટી દિલ્હીની બધી સાત સીટો પર નામોનુ એલાન એક સાથે નહી કરે.


આ પણ વાંચો :