ભારત વિજયી અભિયાન પહેલા મોદી પહોંચ્યા વૈષ્ણોદેવી

TWITTER

'હર હર મોદી' ના નારાને લઈને બે દિવસ પહેલા જ ખૂબ વિવાદ થયો હતો. ત્યારબાદ મોદીએ કાર્યકર્તાઓને આ નારો ન લગાડવા માટે કહ્યુ હતુ.

આજથી મોદીનુ ભારત વિજય કૈપેન શરૂ :

દિલ્હી. | વેબ દુનિયા| Last Modified બુધવાર, 26 માર્ચ 2014 (11:12 IST)
બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વૈષ્ણોદેવીના દર્શન કર્યા. સ્થાનીક નેતાઓની સાથે મોદી સાંજી છતથી પોતાની યાત્રાની ફોટોઝ ટ્વિટર પર પોસ્ટ કરી. ઉધમપુર પરથી બીજેપી ઉમેદવાર ડો. જીતેન્દ્ર સિંહની સાથે મોદી જ્યારે વૈષ્ણો દેવી મંદિર પહોંચ્યા તો તેમને જોતા જ દર્શન કરવા આવેલ લોકોએ હર હર મોદી ના નારા લગાડવા શરૂ કરી દીધા. જો કે મોદી તેનાથી થોડા વિચલિત થતા દેખાયા. પણ જવાબમાં તેમણે માં વૈષ્ણોદેવીનો જયકારો લગાવ્યો.
મોદી આજથી 'ભારત વિજય રેલી' કૈપેનનીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેના હેઠળ તેમની છ દિવસમાં 23 રેલીઓ છે. આ ક્રમ તેઓ સૌથી પહેલા આજે જમ્મુ કાશ્મીરના કઠુઆ જીલ્લાના હીરાનગરમાં જનસભા કરશે. મોદી ઉધમપુર ડોડા સીટ પરથી પાર્ટી ઉમેદવાર ડો. જીતેન્દ્ર સિંહના પક્ષમાં રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ મોદી યૂપીના બુલંદ શહેર જશે. જ્યા તેઓ ડો. ભોલા સિંહના પક્ષમાં બપોરે 12 વાગ્યા રેલી કરશે. બુલંદશહેર સહિત પશ્ચિમી યૂપીની દસ લોકસભા સીટો પર 10 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. મોદીની ત્રીજી ચૂંટણી રેલી આજે ઉત્તર પૂર્વી દિલ્હીના શાસ્ત્રી પાર્કમાં સાંજે 6 વાગ્યે થશે. અહી પણ 10 એપ્રિલના રોજ મતદાન થવાનું છે.


આ પણ વાંચો :