લાંચ બધા પાસેથી લો વોટ ઝાડૂને આપો - કેજરીવાલ

kejriwal
Last Modified મંગળવાર, 22 એપ્રિલ 2014 (14:40 IST)

એક
અંગ્રેજી છાપાનુ માનીએ તો આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે વોટરોને કહ્યુ કે તેઓ બધી પાર્ટીઓ પાસેથી આપવામાં આવતા રૂપિયા લઈ લે પણ વોટ આમ આદમી પાર્ટીને આપે.

છાપા મુજબ AAPના સંયોજકે આ વાત સોમવારે અમેઠીમાં કહી. એવુ કહેવાય રહ્યુ છે કે રાનીગંજના શુક્લા બજાર વિસ્તારમાં લોકોને સંબોધિત કરતા કેજરીવાલે કહ્યુ, 'ચૂંટણી આવી ગઈ છે. તેઓ તમને પૈસાની લાલચ આપે તો તેને લઈ લેજો. આ તમારી મહેનતથી કમાવેલ પૈસો જ છે જે 2જી અને CWG કૌભાંડમાં લૂંટવામાં આવ્યો હતો. સાડી લઈ લો , ધાબળો લઈ લો પણ તેમને વોટ ના આપશો. વોટ ઝાડૂને આપો.

ચૂંટણીપંચની સતર્કતાને જોતા કેજરીવાલનું આ નિવેદન તેમને મુશ્કેલીમાં મુકી શકે છે. આ પહેલા કેજરીવાલે આરોપ લગાવ્યો કે બીજેપીના પીએમ પદના નેતા મોદીએ ગાંધી પરિવાર સાથે એક ગુપ્ત ડીલ કરી છે. અને સોનિયા ગાંધીને પ્રોમિસ કર્યુ છે કે તેમના જમાઈ રોબર્ટ વાડ્રા વિરુદ્ધ તપાસ નહી કરાવે.

છેલ્લા બે દિવસથી અમેઠીમાં AAPના ઉમેદવાર કુમાર વિશ્વાસનો પ્રચાર કરી રહ્યા છે. છાપામાં છપાયેલા સમાચાર મુજબ તેમણે કહ્યુ. 'એવુ કેમ છે કે મારી પર બીજેપી હુમલો કરાવે છે અને પર કોંગ્રેસ ? શુ તમે ક્યારેય કોંગ્રેસને મોદી પર કે પછી બીજેપીને ગાંધી પરિવાર પર હુમલો કરવાતા સાંભળ્યા છે ? આ બધા મળેલા છે.

કુમાર વિશ્વાસ માટે વોટ માંગતા કેજરીવાલે કહ્યુ, 'ચૂંટણી પછી રાહુલ ક્યારેય પરત ફરીને અમેઠી નહી આવે અને સ્મૃતિ ઈરાની ફરી ટીવી સીરિયલમાં વ્યસ્ત થઈ જશે.


આ પણ વાંચો :