વડોદરામાં મોદી સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર

વેબ દુનિયા| Last Modified બુધવાર, 9 એપ્રિલ 2014 (14:35 IST)

P.R
આમ આદમી પાર્ટીએ વડોદરામાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે.આમ આદમી પાર્ટીએ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા સુનિલ કુલકર્ણીને વડોદરામાંથી ટિકિટ આપી છે. પાર્ટીએ જાહેરાત કરી ત્યારે વડોદરામાં તો આમ આદમી પાર્ટીના કાર્યકરો અંધારામાં જ રહ્યા હતા.ખુદ આમ આદમી પાર્ટીના વડોદરાના સંયોજકને પણ આ બાબતની જાણ ન હતી. તેમણે એક વાતચીતમાં કહ્યુ હતુ કે મને મીડીયા દ્વારા અને મારા સાથી કાર્યકર્તાઓ દ્વારા આ વાતની ખબર પડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરવા માટે 20 જેટલા કાર્યકરોએ ઓનલાઈન એપ્લીકેશન કરી હતી પરંતુ તેમાંથી કોઈની પસંદગી કરવામાં નથી આવી પણ પાછળથી ઓનલાઈન એપ્લીકેશન કરનારાઓમાંથી એક ઉમેદવાર સુનિલ કુલકર્ણીને ટીકીટ આપવામાં આવી છે.


આ પણ વાંચો :