સાચ્ચે જ ગુજરાત-ભારત કોંગ્રેસ મુક્ત થઇ રહ્યું છે?

election result
Last Modified મંગળવાર, 13 મે 2014 (18:10 IST)


૧૬મી લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. ગુજરાતમાં ૩૦ એપ્રિલે મતદાન થયું હતું, ૧૬મીએ જનાદેશ બહાર પડશે. એ પૂર્વે આજે છેલ્લા તબક્કાના મતદાન પછી જે એકિઝટ પોલનાં તારણો બહાર આવ્યા છે તેમાં ગુજરાતની બેઠકોમાં ભાજપનો જોરદાર અને કોંગ્રેસના નબળા દેખાવનું ચિત્ર રજૂ થયું છે. ભૂતકાળમાં ચાર ચૂંટણીઓ એવી હતી જેમાં ભાજપનો હાથ ઉપર અને કોંગ્રેસનું સ્થાન નીચું રહ્યું હતું.

ભાજપે ૧૯૮૪થી ૨૦૦૯ની આઠ ચૂંટણીઓમાં એકથી માંડીને ૨૦ બેઠકો હાંસલ કરી છે તો કોંગ્રેસે નીચલા સ્તરે ૩ અને ઉપલા સ્તરે ૨૪ બેઠક હાંસલ કર્યાનું ચિત્ર છે.

કોંગ્રેસનો સૌથી નબળો દેખાવ ૧૯૮૯માં ત્રણ બેઠક સાથે હતો. જોકે ત્યારે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ હતો જે ભાજપ, કોંગ્રેસ અને જનતાદળ વચ્ચેનો હતો. ૧૯૯૧ પછી ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધાનું જ વાતાવરણ રહ્યું છે અને કોંગ્રેસનો દેખાવ એકંદરે ત્રણ વાર નબળો રહ્યો છે જેમાં ૫,૬,૭ એવી બેઠકો પ્રાપ્ત થઈ હતી.

કેટલીક નોંધનીય બીનાઓ પણ ભાજપ-કોંગ્રેસના દેખાવો વિશેની છે. જેમકે ૧૯૮૯માં કોંગ્રેસને ૩૭.૧૬ અને ભાજપને ૩૦.૪૭ કુલ મત મળ્યા હતા. એટલે બન્ને વચ્ચેનો તફાવત ૬.૬૯ ટકાનો તફાવત હતો. પરંતુ બેઠકોની સંખ્યામાં ઉત્તર-દક્ષિણ જેવી સ્થિતિ હતી. ભાજપને ૧૨ અને કોંગ્રેસને માત્ર ત્રણ બેઠકો જ મળી હતી. એ ચૂંટણીમાં જોકે ત્રિપાંખિયો જંગ હતો.
૧૯૯૧માં ભાજપને ૨૦ બેઠકો અને ૫૦.૩૭ ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને પાંચ બેઠક અને ૨૮.૯૯ ટકા મત મળ્યા હતા અને ૨૧.૩૮ ટકાનો મત તફાવત હતો.૧૯૯૮ ચૂંટણીમાં ભાજપને મળેલા મતમાં ૧૯૯૬ કરતાં મત ઓછા મળ્યા હતા. પરંતુ બેઠક વધારો ત્રણનો હતો. જ્યારે ૧૯૯૮ કરતાં ૧૯૯૯માં ભાજપને મળેલી બેઠકમાં એકનો વધારો થયો હતો. પરંતુ મળેલા મતની ટકાવારી ૪.૨૦ ટકા જ વધી હતી. ઉલટ પક્ષે કોંગ્રેસને એક બેઠક ઓછી મળી હતી. પરંતુ મતની ટકાવારી ૮.૯૫ ટકા વધારે હતી. પાછલી આઠ ચૂંટણીઓના પરિણામોને જોઈએ તો કોંગ્રેસનો સર્વોચ્ચ દેખાવ ૧૯૮૪માં ૨૪ બેઠકો સાથેનો હતો. જ્યારે ભાજપે બે વાર ૨૦-૨૦ બેઠકો સાથેનો ઉત્તમ દેખાવ ૧૯૯૧ અને ૧૯૯૯માં કર્યો હતો અને તેમાં ૫૦ ટકાથી વધુ મત પ્રાપ્ત કર્યા હતા.

આ પણ વાંચો :