શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી : , સોમવાર, 24 માર્ચ 2014 (10:51 IST)

જસવંત સિંહ આજે બાડમેરથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે !

લોકસભા ચૂંટણીમાં બાડમેરની ટીકિટ નહીં મળતા નારાજ ભાજપના વરિષ્ઠ પ્રધાન જસવંત સિંહે હવે બાડમેરથી અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધો છે. અને આજરોજ સમર્થકો સાથે ચર્ચા વિચારણા બાદ તે પોતાની ઉમેદવારી નોંધાવશે. ભાજપના સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર તેમને મનાવવાના પ્રયત્નો હજુ ચાલી રહ્યા છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી કરી કે તેઓ પક્ષ છોડશે કે નહીં. નોંધનીય છેકે જસવંત સિંહના પુત્ર માનવેન્દ્રએ પોતાની તબિયતના કારણો દર્શવી પક્ષમાંથી રજા લઈ લીધી છે.

નારાજ જસવંત સિંહે શું બોલ્યા ?

સિંહે કહ્યું છે કે તેઓ ફર્નીચર નથી જે તેમને એડજસ્ટ કરવામાં આવે. આ ઉપરાંત તેમણે અગાઉ પક્ષના નેતાઓનું વલણ અહંકાર ભર્યું અને અપમાનજનક હોવાનું ગણાવ્યું હતું. સાથે જ પક્ષ અસલી અને નકલી ભાજપમાં વહેંચાઈ ગઈ છે તથા બહારનાં લોકો પક્ષમાં આવી કબ્જો જમાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે જસવંત સિંહને રાજસ્થાનના બાડમેરથી ટિકીટ જોઈતી હતી. પરંતુ ત્યાંથી ન મળતા તેમણે નારજગી દર્શાવી છે.