મોદી રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે  
                                       
                  
				  				  
				   
                  				  3 દિવસથી ગુજરાત ભવનમાં પધારેલા નરેન્દ્ર મોદીને મંગળવારે બીજેપી સંસદીય દળની બેઠકમાં નેતા પસંદ કરવામાં આવશે. નેતા તરીકે પસંદગી પામ્યા બાદ મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવ રજૂ કરશે.  
				  										
							
																							
									  
	 
	સ્પષ્ટ જનાદેશે મોદીન શિખર પર પહોંચાડી દીધા. દિલ્હીમાં ડેરા નાખેલ મોદી મંગળવારે બીજેપી સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે પસંદગી પામશે.   નક્કી કાર્યક્રમ મુજબ મોદીને નેતા તરીકે પસંદગી કર્યા બાદ સંસદેય કેન્દ્ર કક્ષમાં સવારે 11:30 વાગ્યે બીજેપી સંસદીય દળની બેઠક થશે. મોદી લોકસભામાં નેતા સાથે સંસદીય દળના પણ નેતા રહેશે. 
				  
	 
	એનડીના પણ નેતા તરીકે મોદી 
	 
	મોદીને નેતા તરીકે પસંદ કર્યા બાદ એનડીએના સભ્યોની બેઠક થશ્સે. આ બેઠકમાં એનડીએના ઘટક દળોના નેતાનો સમાવેશ થશે. અહી એનડીએના નેતાની પસંદગી થશે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે એનડીના પણ નેતા તરીક મોદી પસંદગી પામશે. બીજેપે અધ્યક્ષ રાજનાથ સિંહે પહેલાથી જ એલાન કરી દીધુ હતુ કે હવે ફક્ત ઔપચારિક્તા બાકી છે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	સંસદીય દળના નેતા પસંદગી પામ્યા બાદ મોદી રાયસિના હિલ્સના તરફ ડગ માંડશે. રાષ્ટ્રપતિ સાથે મોદીની મુલાકાતનો સમય 2:30 થી 3 નક્કી કરવામાં આવ્યો છે. મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સૂત્રો મુજબ આ મહિનાની 25 કે 28 તારીખના રોજ મોદીની તાજપોશી થઈ શકે છે.  
				  																		
											
									  
	 
	ક્યારેય કોઈ ચૂંટણી હાર્યા નથી મોદી 
	 
	આમ તો 2014 લોકસભા ચૂંટણી અનેક રીતે અનોખી છે. પણ આ વખતે એવુ પહેલીવાર થઈ રહ્યુ છે કે મુખ્યમંત્રીના પદ પર રહીને કોઈ વ્યક્તિ દેશના પ્રધાનમંત્રી તરીકે પસંદગી પામ્યા હોય. નરેન્દ્ર દામોદર મોદી છેલ્લા 13 વર્ષથી ગુજરાતના મુખ્યમંત્રી છે.  એક વધુ ખાસ વાત એ છે કે મોદી આજસુધી કોઈ ચૂંટણી હાર્યા નથી. તેઓ સતત 13 વર્ષથી મણિનગરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા  આવ્યા છે.  વારાણસી અને વડોદરાથી જીત્યા બાદ હવે સંસદનો વારો છે.