ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (13:19 IST)

World Students Day: આજે ડૉ એપીજે અબ્દુલ કલામની જયંતી, વાંચો તેમના પ્રેરણાદાયક વિચાર

દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ વર્લ્ડ સ્ટુડેંટ્સ ડે ઉજવાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેનના નામથી લોકપ્રિય ડૉ એપીજે અબ્દુલ કલામની જયંતી છે.  સંયુક્ત રાષ્ટ્રએ 2010 માં 15 ઓક્ટોબરને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે જાહેર કર્યો. કલામ માત્ર રાજકારણી, એરોસ્પેસ વૈજ્ઞાનિક જ નહીં, પણ એક શિક્ષક પણ હતા. તે ઈચ્છતા હતા વિશ્વ તેમને શિક્ષક તરીકે યાદ કરે. પૂર્વ રાષ્ટ્રપતિ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931 ના રોજ રામેશ્વરમમાં થયો હતો
 
તેમણે પોતાનો અભ્યાસ સેન્ટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લીથી અભ્યાસ કર્યો હતો.એપીજે અબ્દુલ કલામને 1997 માં ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું 27 જુલાઈ, 2015 ના રોજ શિલોંગમાં નિધન થયું હતું, તે આઈઆઈએમ શિલોંગ ખાતે પ્રવચન આપવા ગયા હતા,  તે દરમિયાન તેમનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.
 
World Students' Day 2020 theme
 
આ વખતે વર્લ્ડ સ્ટુડેંટ્સ ડે ની થીમ છે 'લોકો માટે અને આ પ્લાનેટ માટે, સમુદ્ધિ માટે અને શાંતિ માટે સીખો 
 
- તમારા મિશનમાં સફળ થવા માટે, તમારે તમારા લક્ષ્યમાં અડગ રહેવું પડશે - અબ્દુલ કલામ 
- જો તમારે સૂર્યની જેમ ચમકવું હોય, તો પહેલા તમારે સૂર્યની જેમ તપવુ પડશે - અબ્દુલ કલામ 
- આત્મવિશ્વાસ અને સખત મહેનત નિષ્ફળતા નામનીને મારવાની શ્રેષ્ઠ દવા છે.  - અબ્દુલ કલામ 
- રાહ જોનારાઓને એટલુ જ મળે છે જેટલુ મહેનત કરનારા છોડી દે છે -અબ્દુલ કલામ