સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 31 મે 2017 (11:28 IST)

ચૂંટણીને લઈ અમિતશાહની ગુજરાતના નેતાઓ સાથે બેઠક યોજાઈ, હવે સભાઓની શરૂઆત થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકિય પાર્ટીઓની મીટિંગોનો દોર પણ વધી રહ્યો છે. ભાજપના કાર્યકરો હવે ગુજરાતમાં હાર્ટ ટુ હાર્ટ 25 લાખ લોકોની મુલાકાત કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસમાં હજી જૂથવાદનો ઉકેલ લાવવામાં હાઈકમાન્ડ પણ નિષ્ફળ રહ્યો છે. બીજી બાજુ જોઈએ તો ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતો વધી રહી છે. એક પછી એક વિકાસકામોના લોકાર્પણો કરીને મોદી ગુજરાતની જનતાને ભાજપ તરફ વાળવા મથી રહ્યાં છે.  ત્યારે ગાંધીનગરમાં અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી સહિતના નેતાઓ વચ્ચે મંગળવારે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં આગામી દિવસોમાં ગુજરાતમાં ચાર ઝોનમાં પ્રજાકીય સંમેલન બોલાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને બોલાવવા માટેના આયોજનની વિચારણા થઇ હોવાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવનાર અમિત શાહ છોટા ઉદેપુર તાલુકાના દેવલીયામાં આજે સવારે 10 કલાકે બુથ સ્તરે વિસ્તારક કામગીરીમાં જોડાશે.  આ બેઠકમાં આગામી દિવસોમાં ભાજપ ચાર ઝોનમાં ચાર પ્રજાકીય સંમેલન બોલાવે તે બાબતને લઇને ચર્ચા થઇ હતી. આ ચાર ઝોનના સંમેલનમાં વડાપ્રધાન, રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના નેતાઓને ઉતારવા તેનું આયોજન થયું હતું.