મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 2 ડિસેમ્બર 2017 (13:05 IST)

અમિત શાહે સોમનાથ મંદિરમાં દર્શન કર્યાં, ભાજપની જીતની આશા વ્યક્ત કરી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે વેરાવળમાં ચૂંટણી સભા સંબોધી હતી. આજે સવારે તેમણે સોમનાથ મહાદેવના  દર્શન કર્યા કર્યા હતા.  કોડીનાર,વેરાવળ અને માંગરોળમાં અમિત શાહે  કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની માફક ગુજરાતમાં પણ કોંગ્રેસનાં સુપડાં સાફ કરી ભાજપનો જંગી બહુમતીથી વિજય થશે.

તેમણે રાહુલ ગાંધીને એવો પડકાર ફેંક્યો હતો કે, ભાજપ વિકાસનાં મુદ્દે ગુજરાતમાં અને દેશમાં ચૂંટણી લડી રહી છે, કોંગ્રેસ ક્યા મુદ્દા પર લડી રહી છે. તેનો જવાબ રાહુલ ગાંધી આપે. શાહે કોડીનારનાં ખાંડ ઉદ્યોગ સહિતની સંસ્થાઓ કોંગ્રેસનાં શાસનમાં પાયમાલ બની હોવાનાં આક્ષેપો પણ કર્યા હતા. ગિરગઢડા અને ઉના તાલુકાનાં 31 ગામોનાં આગેવાનો-લોકો ઉપસ્થિત રહ્યા હતા.અમિત શાહનું વેરાવળમાં યુવાનોએ બાઇક રેલી કાઢી સ્વાગત કર્યું હતું.