બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 2 ડિસેમ્બર 2017 (11:51 IST)

કેવડિયામાં શહીદની પુત્રીને રૂપાણીની સભામાંથી ટીંગાટોળી કરી હાંકી કઢાઈ

કેવડિયા કોલોની ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભામાં વસંતપુરા ગામના શહીદ અશોક તડવીના પુત્રી રૂપલે સરકારી પ્લોટ મેળવવા માટેની માંગણીનો મુદ્દો ઉઠાવી મંચ તરફ જવાનો પ્રયત્ન કર્યો હતો. આથી તરત જ સુરક્ષા અધિકારીઓ તેને ઘેરી વળ્યા હતા અને ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા હતા. રૂપલે ત્યાર બાદ કહ્યું હતું કે 10 વર્ષથી તેમની માગણીનો ઉકેલ આવતો નથી.

તેઓ દુર્વ્યવહાર મામલે મહિલા આયોગમાં ફરિયાદ કરશે. રાહુલ ગાંધી ભલે શિવભકત પણ સોમનાથમાં બિન હિન્દુ તરીકે નોંધ કેમ કરી તેવો સવાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઠાવ્યો છે. ચૂંટણી પ્રચારના ભાગરૂપે તેમણે કેવડીયામાં જાહેરસભાને સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,કોંગ્રેસમાં વંશપરંપરાગતતાની માનસિકતા હતી એટલેજ દેશે સહન કરવું પડ્યું હતું.હાલ ગુજરાત ચૂંટણીને લીધે જ કોંગ્રેસના નેતાઓ મંદિરોમાં જાય છે. દિલ્હીમાં રાહુલ ગાંધીના ફાર્મ હાઉસથી અક્ષરધામ 5 કિમિ જ દૂર છે તો અત્યાર સુધી તે અક્ષરધામ દર્શને ગયા જ નથી.કોંગ્રેસે પોતાના 60 વર્ષના શાસનમાં બેરોજગરોની ફોઝ ઉભી કરી છે. ભાજપે આદિવાસીઓના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે.ઇટાલિયન ચશ્માં ઉતારશે ત્યારે જ રાહુલ ગાંધીને વિકાસ દેખાશે.કોંગ્રેસે કાળાનાણાં પર જ રાજ કર્યું છે એટલેજ એમના પેટમાં તેલ રેડાયું છે અને નોટબંધી-GSTનો કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે.ગરીબ અને વિકાસ વિરોધી કોંગ્રેસને કબ્રસ્તાનમાં મોકલવાનો સમય હવે પાકી ગયો છે. તેમણે રાહુલ ગાંધી ભલે શિવભકત પણ સોમનાથમાં બિન હિન્દુ તરીકે નોંધ કેમ કરી તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો.