બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : ગુરુવાર, 30 નવેમ્બર 2017 (21:30 IST)

ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP પ્રમોદકુમારની નિમણૂંક, ગીથા જોહરીને એક્સટેંશન ન અપાયું

ગુજરાતમાં કાયમી ડીજીપી નિમણૂંક મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ જાગ્યો છે અને આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પણ પીઆઇએલ પેન્ડીંગ છે ત્યારે આ બધા વિવાદોની વચ્ચે આજે ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગીથા

જોહરીનો કાર્યકાળ પૂરો થતાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રમોદકુમારની નિયુક્તિ કરવામાં આવી હતી. ચૂંટણી આચારસિંહતા લાગુ થયેલી હોઇ ચૂંટણી પંચ દ્વારા પ્રમોદકુમારની રાજયના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંકને મ્હોર મારી હતી. પ્રમોદકુમાર સને 1983ની બેચના આઇપીએસ છે અને તેઓ બહોળો અનુભવ અને સ્વચ્છ છબી ધરાવે છે તે કારણથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમના અનુભવ અને કાર્યશૈલીનો લાભ મળી રહે તે હેતુથી પ્રમોદકુમારની નિયુકિત કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમોદકુમારની નિમણૂંકને પગલે રાજય પોલીસ તંત્ર સહિત સરકારના અધિકારીઓ અને મંત્રીઓ સહિતના મહાનુભાવો તરફથી તેમને શુભેચ્છા-અભિનંદન પાઠવાયા હતા.
 
સૂત્રો અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી વિધાનસભા ચુંટણીના કારણે ઇંચાર્જ DGP ગીથા જોહરીના એક્સટેંશન આપવાની અટકળો ચાલી રહી હતી પણ તેમને એક્સટેંશન આપવામાં આવ્યું નથી. ગૃહ વિભાગે ત્રણ સિનિયર IPSની પેનલના નામ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલ્યા હતા.જેમાં પ્રમોદ કુમારની નિમણૂંક કરવામાં આવી છે.