શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2017 (13:51 IST)

'લેડી સિંઘમ' તરીકે ઓળખાય છે રાજ્યના પ્રથમ મહિલા ડીજીપી ગીથા જોહરી

ગીતા જોહરી અમદાવાદના ડીસીપી હતા તે સમયે લતીફનો તપતો સૂરજ હતો. લતીફ કોઇપણ પોલીસ કર્મીને પોતાની આંગળી પર નચાવતો હતો. જેને શબક શીખવાડવા માટે ગીથા જોહરી પોતાના અંગત માણસો સાથે લતીફના ઘર પોપટીયાવાડ પહોંતી ગયા હતા. તેઓ લતીફની બોચી પકડીને આખા દરિયાપુરમાં ફેરવ્યો હતો. ત્યારબાદ ગીથા જોહરીએ રાજકોટ પોલીસ કમિશનર તરીકે પણ ખૂબ જ પ્રભાવશાળી કામગીરી કરી હતી.

ગીતા જૌહરી અમદાવાદ શહેરમાં ડીસીપી હતાં ત્યારે અંધારી આલમના ડોન અબ્દુલ લતીફનો ભારે દબદબો હતો. ભલભલા ગુનેગારો તેમના નામથી કાંપતા હતાં તે અરસામાં તેમણે ડોન અબ્દુલ લતીફના શાર્પશૂટર શરીફખાનને પકડવાનું બીડું ઝડપી લીધું હતું અને એકલા હાથે શાર્પશૂટર શરીફ ખાનને પકડવા માટે દરિયાપુર પહોંચી ગયા હતાં અને હાલના ગુજરાત એટીએસના વડા એે.કે. સુરોલિયાની મદદથી શરીફ ખાનને પકડીને લાવ્યા હતાં.

ડીજી ગીતા જૌહરી છેલ્લે રાજકોટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતાં ત્યારે તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરમાં ફસાયા હતાં. ત્યાંથી તેમની વર્ષ ૨૦૧૨માં બદલી કરીને પોલીસ આવાસ નિગમના એમડી તરીકે બદલી કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જ ફરજ બજાવી રહ્યા છે. ડીજી ગીતા જૌહરીને બીજા સિનિયર આઇપીએસ અધિકારીઓની જેમ રાજકોટ સિવાય રાજ્યના બીજા શહેરમાં પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા નથી.

એક સમયે તેમને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવા માટેની વિચારણા થઇ હતી.  સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર બાદ સરકાર સાથે ગીથા જોહરીનું અંતર વધ્યું હોવાનું પણ ચર્ચાયું હતું. જેથી તેમને ક્રીમ પોસ્ટિંગ અપાઇ ન હતી. તે ઉપરાંત ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટરોમાં પણ ગીથા જોહરીનું નામ જોડાયું હતું. ગીથા જૌહરી છેલ્લા 5 વર્ષથી પોલીસ આવાસ નિગમના એમડી તરીકે ફરજ બજાવી રહ્યા છે