શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 18 ડિસેમ્બર 2017 (16:08 IST)

ઉત્તર ગુજરાતની દાંતા સીટ પર કાંતિભાઈ ખરાડી બીજી વાર જીત્યાં

દાંતામાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી સતત બીજી વાર વિજયી બન્યાં છે. કાંતિભાઈની સામે ભાજપના કોદરવી માલજીભાઈ હતાં જેમનો 20 હજારથી વધુ મતે પરાજય થયો છે. કોંગ્રેસનો ગઢ ગણાતા દાંતામાં આ વખતે એવું લાગતું હતું કે પુરને કારણે ભાજપને અહીં ફાયદો થાય એમ છે કારણ કે પુરના સમયે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લુરૂ ભણી ગયાં હતાં અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહેમદ પટેલને વિજયી બનાવવા માટે પોતાનો મત વેચ્યો નહોતો. ત્યારે એવું લાગતુ હતું કે હવે કોંગ્રેસના આ ગઢમાં ભાજપ ગાબડું પાડશે પણ કાંતિભાઈ આ વખતે 86129 મત મેળવીને વિજયી બન્યાં છે, તો ભાજપના માલજીભાઈને 61477 મત મળ્યાં છે.