સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2017 (17:00 IST)

જાણો ચૂંટણી પરિણામ પછી હાર્દિક શું કરશે?

સોમવારે અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે મંજુરી વિના રોડ શો યોજ્યો હતો. પીએમ મોદી, રાહુલ ગાંધી અને હાર્દિક સહિતના નેતાઓના રોડ શોને મંજુરી નહોતી આપી પણ હાર્દિકના રોડ શોમાં 2 હજારથી વધુ બાઈકો જોડાતાં મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યાં હતાં. હાર્દિક પટેલે પત્રકારો સાથેની વાતચિતમાં કહ્યું હતું કે મને ખબર નથી આ લોકો જે રેલીમાં જોડાયાં છે એ લોકો મારા કહેવા મુજબ મત આપે પણ હું સાચો છું અને સાચુ બોલુ છું એ લોકોને ગમે છે એટલે લોકો મારી સભાઓમાં અને રેલીમાં આવે છે. તેણે એવું પણ કહ્યું હતુંકે હવે ભાજપ તારા વળતાં પાણી છે. હાર્દિકની મીડિયા દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે ચૂંટણીના પરિણામ બાદ તે શું કરશે તેની પાસે કઈ કઈ પ્રવૃત્તિઓ હશે ત્યારે તેણે કહ્યું હતું કે તમે જ લોકો મને ગાંધીનગરમાં કે દિલ્હીમાં મારૂ ઈન્ટરવ્યૂ કરવા માટે આવશો. એ સમયે હાર્દિક શું કરતો હશે એ જોઈ લેજો.