ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 14 ઑક્ટોબર 2017 (13:21 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી મોદીની અગ્નિ પરિક્ષા અને રાહુલની પ્રતિષ્ઠાનો દાવ

ગુજરાતમાં હવે ઈલેકશનના રંગે રંગાઈ ગયું છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી એટલા માટે વઘારે ખાસ છે કારણકે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછીની આ પહેલી ચૂંટણી છે. ગૃહ રાજય હોવાને કારણે અહીંના પરિણામોનો સંબંધ તેમની પ્રતિષ્ઠા સાથે હોય તે સ્વભાવિક છે. બીજી બાજુ, રાહુલ ગાંધીએ જે રીતે આખો મોરચો સંભાળ્યો છે, તે પરથી લાગી રહ્યું છે કે ગુજરાતની લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં, પણ મોદી અને રાહુલ વચ્ચેની લડાઈ બની ગઈ છે.
 
   કેન્દ્રમાં ભાજપ સત્તામાં આવ્યા પછી ગુજરાતમાં થયેલી દલિત અત્યાચારની ઘટનાઓને દેશભરમાં દલિત સમાજમાં ભાજપ વિરુદ્ઘ રોષ છે, જયારે પાટીદાર અનામત આંદોલનને કારણે બીજેપીની વોટ બેન્કમાં પણ ભંગાણ પડ્યું છે. સ્થિતિ સંભાળવા માટે આનંદીબેનના સ્થાને વિજય રુપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો જોવા નથી મળ્યો.
 
   સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ભાજપ માટે એક પડકાર છે. વિકાસ ગાંડો થયો છે કેમ્પેઈન ખુબ ચર્ચામાં છે. બેરોજગારી, નોટબંધી, જીએસટી અને રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ડેવલોપમેન્ટ એકટને કારણે મંદીનું વાતાવરણ બની ગયું છે. ભાજપ માટે આ સ્થિતિમાં નરેન્દ્ર મોદી જ એક માત્ર નામ અને ચહેરો છે, જે વોટ બેન્કને અપીલ કરવામાં મદદ કરી શકે છે.