મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (16:41 IST)

9 નવેમ્બરના દિવસે હિમાચલમાં વોટિંગ અને 18મી ડિસેમ્બરે પરિણામ.. ગુજરાત ચૂંટણી માટે તારીખોનુ એલાન નહી

હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બિગુલ ફુંકાઈ ગયુ છે. તારીખોની જાહેરાત માટે ચૂંટણી પંચની પ્રેસ કૉંફ્રેંસ ચાલી રહી છે. ચૂંટણી પંચે કહ્યુ કે ચૂંટણીમાં ફોટો વોટર આઈડી કાર્ડનો ઉપયોગ થશે. જો કે ગુજરાત ચૂંટણી માટેની તારીખોનુ આજે એલાન નહી કરવામાં આવે.
 
હિમાચલમાં ક્યારે થશે ચૂંટણી 
 
- 16 ઓક્ટોબરના રોજ અધિસૂચના રજુ થશે. 
- 9 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં વોટ નાખવામાં આવશે. 
- 18 ડિસેમ્બરના રોજ વોટની ગણતરી થશે. 
 
હિમાચાલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બિગુલ ફુંકાઈ ગયુ છે. તારીખોની જાહેરાત માટે ચૂંટણી પંચની પ્રેસ કૉંફ્રેંસ ચાલી રહી છે. ચૂંટણી પંચે કહ્યુ કે ચૂંટણીમાં ફોટો વોટર આઈડી કાર્ડનો ઉપયોગ થશે. 
 
આશા છે કે બંને વિધાનસભા માટે ચૂંટણી કાર્યક્રમ એક સાથે જાહેર થશે. ચૂંટણી પંચે બે દિવસ પહેલ આ જ ગુજરાતનો પ્રવાસ પૂરો કર્યો છે. પંચના પ્રવક્તાએ સોમવારે કે પછી દિવાળી પછી સુધી ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની આશા બતાવી હતી. 
 
બીજી બાજુ એવુ પણ બની શકે છે કે ચૂંટણી પંચ ફક્ત હિમાલય પ્રદેશ ચૂંટણીની તારીખનુ જ એલાન કરે. કારણ કે લાહોલસ્ફ્રીતિ વિસ્તારમાં બરફવર્ષ વધી શકે છે. આ માટે પહેલા ચૂંટણી થશે. અત્યાર સુધી બંને રાજ્ય ઓમાં એક સાથે જ ચૂંટણી થતી આવી છે. 
 
ગુજરાતમાં બે અને હિમાચલમાં એક ચરણમાં ચૂંટણી 
 
સૂત્રોનુ માનીએ તો ગુજરાત વિધાનસભા ચૂંટણી ડિસેમ્બરમાં 2 ચરણોમાં થઈ શકે છે.  અગાઉ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી બે ચરણોમાં થઈ હતી. હિમાચલમાં નવેમ્બરમાં એક ચરણમાં ચૂંટણી થવાની શક્યતા છે.  અગાઉ 4 નવેમ્બરના રોજ ચૂંટણી થઈ હતી અને 20 ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યુ હતુ.