રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 29 નવેમ્બર 2017 (14:57 IST)

મોદી પર બનેલી ફિલ્મ રિલિઝ થશે પણ હાર્દિક પર બનેલી ફિલ્મને મંજુરી નહીં

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારને વેગ આપવા માટે અવનવા અખતરા કરવામાં આવતા હોય છે. ત્યારે એ દરમિયાન ‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ નામના

ટાઈટલવાળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત પહેલી ગુજરાતી ફિલ્મ રૂપેરી પડદે ચમકાવવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. ચૂંટણીના માહોલની વચ્ચે ભાજપ દ્વારા આ ફિલ્મનો પ્રચાર-પ્રસારના ડિજીટલ માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવશે. પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ પર બનેલી ફિલ્મને હજી સુધી મંજૂરી અપાઈ નથી.

લગભગ એક વર્ષ અગાઉ તૈયાર થયેલી આ ફિલ્મ હજી ડબ્બામાં બંધ છે. આ ફિલ્મને સેન્સર બોર્ડની મંજૂરી મળી નહીં હોવાથી હજી સુધી તે રિલીઝ થઈ શકી ન હતી. વડાપ્રધાન કાર્યાલયમાંથી પણ આ ફિલ્મને પ્રસારિત કરવા માટે પરવાનગી આપી દેવામાં આવી હોવાનું ફિલ્મના ડાયરેક્ટર અનિલ નારાયણનું કહેવું છે. બે ભાગમાં તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મનો પહેલો પાર્ટ ચૂંટણી ટાણે રિલીઝ કરીને તેનો રાજકીય લાભ ખાટવાનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલાં ભાગમાં મોદીના બાળપણની રસપ્રદ કથાને પ્રસ્તુત કરાઈ છે. ફિલ્મમાં નરેન્દ્ર મોદીના બાળપણના કિસ્સા”ને સાંકળીને નમો-નમો ગીત તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ભાજપ પોતાના ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરશે. બાળ માનસ પર છવાઈને લોકપ્રિય બની રહે તે પ્રકારનું ગીત બનાવાયું છે.અમદાવાદ, સુરત, વડોદરા, ઉમરગામ અને દમણના અંતરિયાળ વિસ્તારમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. વડનગર રેલ્વે સ્ટેશન પરના મોદીના ટી સ્ટોલની આબેહૂબ રેપ્લીકા ફિલ્મમાં દેખાશે. આ ઉપરાંત મોદીના હિમાલયના પ્રવાસ અંગે પણ માહિતી હશે.