શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2017 (12:24 IST)

સુરતમાં સચિન પાયલોટનો રાજસ્થાની યુવકોએ વિરોધ કર્યો

સુરતમાં ડોર ટુ ડોર કેમ્પેઈન કરી રહેલા કોંગ્રેસના નેતા સચિન પાયલટનો સુરતની પૂર્વ વિધાનસભા બેઠકમાં યુવકોએ વિરોધ કર્યો હતો. કૈલાસનગર ખાતે આવેલા વિજય વલ્લભ ચોકમાં સચિન પાયલટ પર યુવકોએ પત્રિકાઓ ફેંકીને રાજસ્થાનમાં વિકાસ ન થયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.  રાજસ્થાની યુવકોએ પૂર્વ બેઠકમાં પ્રચાર કરી રહેલા સચિન પાયલટને કાળી શર્ટ-ટી શર્ટ કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ નારેબાજી કરી હતી. અને રાજસ્થાનમાં પાણી પ્રશ્નો એમને એમ હોય કોંગ્રેસ દ્વારા કશું જ ન કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું.બાદમાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

રાજસ્થાની યુવકોએ હિન્દીમાં હાથેથી લખેલી પત્રિકાઓ ફેંકી હતી. અને જણાવ્યું હતું કે, અમે રાજસ્થાની યુવકો છીએ. પરંતુ ગુજરાતમાં મત માંગવા આવનારા આ લોકોએ ઘરે એટલે રાજસ્થાનમાં કશું જ કર્યું ન હોવાનું જણાવ્યું હતું.